લોકસત્તા ડેસ્ક
જો તમે હૃદય રોગને અટકાવવા માગો છો અથવા હાર્ટ અટેક બાદ મૃત્યુનું જોખમ ઘટાડવા માગો છો તો માછલી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઓ. આવો ખોરાક હૃદયને તંદુરસ્ત રાખે છે. વૈજ્ઞાનિકોએ પણ એ વાત પર પુષ્ટિ કરી. અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, દરરોજ ડાયટમાં ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડની માત્રાવાળા ફૂડ ખાવ છો તો હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે.
રિસર્ચ કરનારા અમેરિકાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડમાં એવી વિશેષતા છે જે હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ રિસર્ચ 944 હાર્ટ અટેકના ગંભીર દર્દીઓ પર કરવામાં આવ્યું. આ એવા દર્દીઓ હતા, જેમાં હાર્ટની મેજર આર્ટરી બ્લોક હતી.
સંશોધક ડો. એલેક્સ સાલા-વિલાના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન 78 ટકા પુરુષોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. બ્લડમાં ઓમેગા-3નું સ્તર જોવામાં આવ્યું. વૈજ્ઞાનિકોએ જોયું કે, જે દર્દીઓમાં હાર્ટ અટેકના સમયે ઓમેગા-3નું લેવલ વધારે હતું તેમની સ્થિતિ ગંભીર હતી. જે દર્દીઓમાં ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડની માત્રા પર્યાપ્ત હતી તેમને હોસ્પિટલમાં કરવાની સંભાવના ઓછી થઈ ગઈ હતી.
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, હાર્ટને હેલ્ધી રાખવા માટે સાલ્મન માછલી, અળસી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઈ શકો છો. અમેરિકામાં મોતનું સૌથી મોટું કારણ હાર્ટ અટેક છે. દર 40 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકના કારણે થાય છે. 45 વર્ષથી વધુ વયના લોકોમાંથી પુરુષોમાં 36 ટકા અને 47 ટકા મહિલાઓએ એકવાર હાર્ટ અટેકનો સામનો કર્યો છે. આવનારા પાંચ વર્ષમાં બીજી વાર આવું થાય, તો તેમનું મૃત્યુ થઈ જશે.
હ્રદય રોગી પહેલેથી જ કોરોનાના રિસ્ક ઝોનમાં છે પરંતુ રિકવરી પછી પણ તેની અસર હાર્ટ પર રહે જ છે.
• ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ પ્રમાણે, કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હાર્ટ પર ગંભીર અસર પડી છે. સંક્રમણની સારવાર દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે. હાર્ટની કામ કરવાની ક્ષમતા પર ખરાબ અસર થઇ રહી છે. આ અસર લાંબા સમય સુધી રહેશે.
• અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થયેલા 100માંથી 78 દર્દીઓના હાર્ટ ડેમેજ થયા અને દિલમાં સોજો દેખાયો. રિસર્ચ પ્રમાણે, જેટલું સંક્રમણ વધશે તેમ ભવિષ્યમાં સાઈડ ઈફેક્ટનું જોખમ પણ વધશે.
• ઓહાયો સ્ટેટ ઓહાયોના રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારી દરેક 7માંથી 1 વ્યક્તિ હાર્ટ ડેમેજથી પીડિત છે. ધીમે-ધીમે તે ફિટનેસ પર પણ અસર કરી રહી છે.