રિટાયરમેન્ટ સમયે 2 કરોડનું ફંડ મેળવવા માગો છો, તો આ રીતે રોકાણ આયોજન કરો

રિટાયર થયા બાદ પૂરતા પ્રમાણમાં ફંડ એકત્ર કરેલુ હોય તો રિટાયરમેન્ટ આનંદથી પસાર થઈ શકે છે. જો તમે પણ રિટાયરમેન્ટની લાઈફ આરામથી પસાર કરવા માંગતા હોવ તો માત્ર બચત પૂરતી નથી. પરંતુ તે બચતમાંથી યોગ્ય નાણાકીય આયોજન કરી તમે સારી એવી વેલ્થ ક્રિએટ કરી શકો છો.

છેલ્લા કેટલાક વર્ષોમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ માટે આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. જો તમે તમારી નિવૃત્તિ પછીની જરૂરિયાતો માટે મોટું ફંડ બનાવવા માંગો છો, તો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરી શકો છો. તમે સરળતાથી 1 કરોડ અથવા 2 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકો છો. પરંતુ, આ માટે તમારે નક્કર આયોજન કરવું પડશે.

ફિસ્ડમના કો-ફાઉન્ડર અને સીબીઓ આનંદ દાલમિયાએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કેવી રીતે વ્યક્તિ યોગ્ય રોકાણ વડે 55 વર્ષની વયે નિવૃત્ત થઈ શકે છે. તેમણે કહ્યું કે SIP રોકાણ અને અન્ય બચત સાધનોની મદદથી રૂ. 2 કરોડનું નિવૃત્તિ ફંડ બનાવી શકાય છે.

એક રોકાણકાર 55 વર્ષની વયે રિટાયર થવા માગે છે. ત્યાં સુધી તે રૂ. 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ બનાવવા માગે છે. હાલ તેની ઉંમર 35 વર્ષ છે. જેના પર રોકાણ આયોજન માટે દાલમિયાએ સમજાવ્યું હતું કે, નિવૃત્તિ માટે મોટું ફંડ બનાવવા માટે, આવક વધે તેમ SIP રકમ વધારવી જરૂરી છે. જે વ્યક્તિ 20 વર્ષ પછી નિવૃત્ત થવા માંગે છે, તેના માટે લગભગ 60-70 ટકા રોકાણ મિડ અને સ્મોલ કેપ ફંડ્સમાં SIP દ્વારા રોકાણ કરવું જરૂરી છે. બાકીના 30 ટકા પૈસા ફ્લેક્સિકેપ ફંડમાં રોકાણ કરી શકાય છે. વધુ ચક્રવૃદ્ધિ લાભો મેળવવા માટે, આ નાણાં મ્યુચ્યુઅલ ફંડની ડાયરેક્ટ સ્કીમમાં રોકાણ કરવા પડશે.

દાલમિયાએ જણાવ્યું હતું કે, "અમે સામાન્ય રીતે નિવૃત્તિ માટે મોટા કોર્પસ બનાવવા માટે મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં લગભગ 60-70 ટકા રકમનું રોકાણ કરવાની ભલામણ કરીએ છીએ. બાકીના નાણાં ફ્લેક્સિકેપ સ્કીમ્સમાં રોકાણ કરી શકાય છે જે લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ કરે છે. તેમણે જણાવ્યું કે આ રોકાણ વ્યૂહરચના દ્વારા 20 વર્ષમાં 2 કરોડ રૂપિયા સુધીનું ફંડ જનરેટ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution