મની પ્લાન્ટ ધનનુ પ્રતિક છે એ વાત તો સૌ કોઇ જાણે છે, પરંતુ ઘણાં લોકો જાણતા નથી કે મની પ્લાન્ટને ઘરની કઇ દિશામાં રાખવાથી બેવડો લાભ મળે છે. દક્ષિણ એશિયાથી આવેલા આ છોડ વિશે વિસ્તારપુર્વક જાણવું જરુરી છે. મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર વ્યક્તિ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
મની પ્લાન્ટ તમને ત્યારે જ ફાયદો આપશે જ્યારે તમે તેને યોગ્ય દિશામાં લગાવશો. યોગ્ય દિશામાં લગાવવાથી મની પ્લાન્ટ ગ્રીન અને તમારા માટે ફળદાયક સિધ્ધ થાય છે.
ઘરની સાઉથ ઇસ્ટ દિશાને અગ્નિ કોણ પણ કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમને ધન સાથે જોડાયેલા લાભ મળે છે.
મની પ્લાન્ટ ક્યારેય પણ ઘરના ઉત્તર પુર્વ ખુણામાં ન લગાવવુ જોઇએ. મની પ્લાન્ટનો ગ્રહ શુક્ર છે અને ધરના ઉત્તર પુર્વમાં ગુરુનો નિવાસ હોય છે. શુક્ર અને ગુરુ એક બીજાને અનુરુપ હોવાના કારણે આ દિશામાં લગાવેલો મની પ્લાન્ટ ફળદાયી હોતો નથી. તમે ઘરની આ દિશામાં તુલસી કે નાના નાના કોઇ પણ ફુલ કોઇ ભય વગર લગાવી શકો છો.
યોગ્ય દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી પ્રવેશ કરે છે. આજે સમગ્ર દુનિયા કોરોનાના ડરથી ઘરમાં બંધ છે. ઘરમાં રાખેલો મની પ્લાન્ટ તમને આવી ચિંતાજનક સ્થિતિમાં પણ પોઝિટીવ બનાવી રાખવામાં મદદ કરે છે.ખોટી દિશામાં રાખેલો મની પ્લાન્ટ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે.
પતિ-પત્નીમાં લડાઇ ઝઘડાનું તે મુખ્ય કારણ છે. મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપર તરફ ઉઠવી જોઇએ, જેથી તમારા જીવનમાં પ્રગતિ થાય. નીચે તરફ ઢળેલી વેલ જીવનમાં ઉદાસી લાવે છે અને નુકશાન કરાવે છે. પ્લાન્ટનો લીલો રંગ બુધ્ધનુ પ્રતિક માનવામાં આવે છે. બુધ્ધ ગ્રહ જીવનમાં ખુશીઓનું પ્રતિક છે.
મની પ્લાન્ટનો છોડ લગાવવો હોય તો બુધવારનો દિવસ પસંદ કરો. મની પ્લાન્ટને તમે કુંડા કે પાણી કોઇ પણ જગ્યાએ રાખી શકો છો, પરંતુરોજ તેમાં થોડુ પાણી નાખીને મનમાં ને મનમાં એક મિનિટ માટે તેની પુજા જરુર કરો. આ કરવાથી આર્થિક પરેશાનીઓ દુર થશે.