શિવજી એક તેવા દેવ છે જે બહુ જલ્દી તેમના ભક્તોની ઇચ્છા પૂરી કરવા માટે જાણીતા છે. કહેવાય છે કે ભોળેનાથને ખુશ કરવા માટે તમે થોડું કરશો તો પણ શિવજી ભરી ભરીને તમને આપશે. જો કે હિંદુ ધર્મમાં દાનનું અનોખું મહત્વ છે. અને શિવજીના યથા શક્તિ દાન કરવાથી અનેક લાભ થાય છે. શિવપુરાણમાં શિવજીની પૂજા કરવા અંગે પણ અનેક વિધિવત જાણકારી આપી છે. સામાન્ય રીતે લોકો કોઇ મનોકામના કે ઇચ્છાની સાથે પ્રભુની પૂજા કરતા હોય છે. જો તમે પણ કોઇ પ્રકારની મનોકામના કે આશની સાથે આ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરતા હોવ તો તેમની ખુશ કરવા માટે તમે ખાસ પૂજા વિધિનો ટુચકો પણ કરી શકો છે.જો તમે સંતાન પ્રાપ્તિ કે લગ્ન જીવનમાં સુખ ઇચ્છો તો આ શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા ધતૂરાના ફૂલથી કરો. કહેવાય છે કે શિવજીને ધતૂરાનું ફૂલ ખૂબ જ પ્રિય છે.
શિવજીની પૂજા સામાન્ય રીતે અનેક કુંવારી યુવતી સારો વર મેળવવા અને ઉત્તમ લગ્ન જીવન માટે કરતી હોય છે. ત્યારે જો તમે પણ સંતાન પ્રાપ્તિ કે લગ્ન જીવનની ખુશીઓ મેળવા માંગો છો તો દૂધ, અત્તરથી શિવજીના લિંગને અભિષેક કરો. અને સાથે જ ધતૂરાનું ફૂલ ચડાવો. અને અને પાર્વતીજીની પૂજા સુંદર ફૂલો અને કંકુથી કરો. વળી શિવજીને ચમેલી કે ધતૂરા જેવા સફેદ ફૂલો ખાસ ચઢાવવામાં આવે છે. તો જો તમે પણ લગ્ન જીવનમાં ખુશી અને શાંતિ ઇચ્છો છો તો શ્રાવણ માસમાં ધતૂરાના ફૂલથી શિવજીની પૂજા કરો.