ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો શક્ય નથી કે, આપણે આપણા ઘરમાં જ શાંતિથી રહી શકીએ. તો આજે આપણે સરળ વાસ્તુ ટિપ્સ જોઇએ જેનાથી વાસ્તુ દોષ નડતો હોય તો પણ આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ રહેશે.
- રોજ સાંજે ઘરનાં ભ્રમ સ્થાનમાં માટીનાં કોડિયામાં કપૂર પ્રગટાવવું.
- જીવનમાં આપણને ઘડિયાળ સમય બતાવે છે. ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ પ્રમાણે પશ્ચિમ ભાગમાં આવેલા દિવાલ પર હોય તો ઘરમાં શાંતિ કહે છે.
- સાવરણી ઘરમાં ઉત્તરપશ્ચિમમાં રાખવી જોઇએ. એટલે કે વાયવ્ય દિશામાં અને તે પણ ઢાંકીને રાખવી જોઇએ. શક્ય હોય તો સાવરણી ઘરની બહાર જ મુકવી જોઇએ.
- વાયવ્ય દિશામાં તમે જેને જીવનમાં આદર્શ માનતા હોવ કે ગુરૂજી માનતા હોવ તેમની તસવીર મુકવી જોઇએ. આવું કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહે છે.
- પશ્ચિમ દિશામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમકે ટીવી, ડીવીડી, મ્યૂઝિક સિસ્ટમ મુકવી જોઇએ. આ દિશા શનિ દેવની હોય છે અને આ ઉપકરણોમાં લોખંડ રહેલું હોય છે.
- જો તમારી મેઇન બેઠક બિઝનેસની બીમની નીચે છે તો બીમને ફોલસ સિલિંગથી ઢંકાવી દો. અથવા બાંસુરીને લાલ રંગની રિબિન લગાવી બીમની નીચે લટકાવી દો. આનાથી બીમનો વાસ્તુ દોષ નિવારણ થશે. ક્યારેય બીમની નીચે સુવું નહીં.
- બીમની નીચે ફેમિલિ ફોટો પણ લટકાવનો ન જોઈએ. ટૂંકમાં કહીએ તો,
- બીમની નીચે કોઈ અગત્યની વસ્તુ હોવાથી વાસ્તુ પ્રમાણે સારું નથી.
- ઘરની નીવ મુકતા પહેલા નીચે ચાંદીનાં લોટામાં મધ ભરીને રાખવામાં આવે તો આજીવન તકલીફોથી મુક્ત થઈ શકો છો.
- મકાનમાં કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ.
- ઘરમાં સવાર સાંજ મહામૃતયોજય મંત્ર જાપ અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જેનાાથી સુખ અને શાંતિ રહે છે.
- શુક્રવારે લક્ષ્મીજીનો દિવસ છે. મા લક્ષ્મીજીને સફેદ વસ્તુ બહુ જ ગમે છે. સાંજના સમય જયારે તમે દીવો કરો ત્યારે માને સફેદ મીઠાઈ અર્પણ કરો.
- ઘરમાં બનાવેલી સાબુદાણાની ખીર, દૂધ પાક, દુધ પૌવા અથવા કોઈ પણ સફેદ મીઠાઇ અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે.