લોકસત્તા ડેસ્ક
શરીરનો ગમે તેવો પીડાજનક દુખાવો આપણે સહન કરી શકીએ છીએ પણ જો દાંતનો દુખાવો થાય તો તેની પીડા જ્યાં સુધી શાંત ન પડે ત્યાં સુધી ચેન નથી પડતો. કારણ કે આ દુખાવાને કારણે ન તમે કંઇ ખાઇ શકો છો કે ન પી શકો છો. આ દુખાવો તમારી બધી જ શક્તિ હણી લે છે. તેથી આજે અમે આપનાં માટે સરળ ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યાં છીએ જે તમને અસહ્ય પીડામાંથી મુક્તિ આપશે.
1. જો દાંતનો દુ:ખાવો અસહ્ય થઇ જાય તો લવિંગનાં તેલને ગરમ કરી તેમાં રુનું પુમળું ડુબાડો હવે તેને દાંત પર લગાવી દો. આવું દિવસમાં ત્રણથી ચાર વખથ કરવું. પીડામાં રાહત મળે છે. તમે લવિંગ પણ દાંત વચ્ચે દબાવીને રાખી શકો છો. તેમજ દરરોજ લવિંગનાં તેલની દાંત અને પેઢા પર મસાજ કરી શકો છો.
2. આદુનો પાવડર દાંતમાં થતી પીડાને દૂર કરવા માટે પેઇનકિલરનું કાર્ય કરે છે. જો દાંતનો દુખાવો સતાવતો હોય તો આદુનાં ટુકડાંને દાંતની વચ્ચે દબાવી દો. અથવા તો આદુની પેસ્ટ તૈયાર કરીને દુઃખતાં દાંત પર લગાવો અને પછી 15-20 મિનિટ બાદ કોગળા કરી લો તો આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળી જશે.
3. આ ઉપરાંત તમને જો દાંતનો દુખાવો વધુ રહેતો હોય તો જમરૂખનાં પાન પર મીઠુ લગાવી તેને દાંત વચ્ચે દબાવી દો. મોમાં આ પાંદડા 5-10 મિનિટ માટે રાખવાં. આવું દિવસમાં ત્રણ ચાર વખત કરો. દાંતના દુઃખાવામાથી તુરંત રાહત મળી શકે છે.
4. જો તમે રૂ ને પાણીમાં પલાળીને તેના પર બેકિંગ સોડા લગાવીને દુઃખતા દાંત પર રાખી મુકો તો તુરંત તમને દાંતનાં દુખાવામાંથી રાહત મળે છે.
5. જ્યારે પણ તમે દાંતના દુ:ખાવાની સમસ્યાથી પીડાવ ત્યારે બાફેલા બટાકા, ખાંડ વિનાનુ મિલ્કશેઈક, જ્યુસ, કેળું, મસાલા વિનાનુ ભોજન વગેરેનુ સેવન કરો તો તમને આ પીડામાંથી તુરંત રાહત મળી જશે.