લોકસત્તા ડેસ્ક
ભોજનમાં ભાત ખાવો દરેક લોકોને ખૂબ પસંદ હોય છે. જ્યારે ખાસ કરીને ઘરમાં ભાત ઓછા સમયમાં બનાવવા માટે કુકરમાં બનાવવામાં આવે છે. ભાતથી વધતા વજનને કારણે ખાસ કરીને મહિલાઓ ભાત ખાવાથી દૂર રહે છે. જેનુ કારણ છે કે કુકરમાં બનાવવામાં આવેલા ભાતમાં ફેટ અને કાર્બોહાઇડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે વ્યક્તિનું વજન વધવા લાગે છે. આજે અમે તમને એવી રીતે ભાત બનાવવા માટે જણાવીશું કે સ્વાસ્થ્ય માટે સારા હશે અને તમારું વજન પણ નહીં વધે.
ખાસ કરીને મહિલાઓ તેમનો સમય બચાવવા માટે કુકરમાં ભાત બનાવે છે. જેના કારણે કુકરમાં વરાળ એકઠી થઇ જાય છે. અને ભાત જલદી બની જાય છે આજ કારણથી તેમા ફેટ અને કાર્બોહાઇડ્રેટ વધારે પ્રમાણમાં રહી જાય છે. એટલું જ નહીં. કુકરમાં બનેલા ભાત એકબીજાથી ચિપકેલા હોય છે.
આ રીતે બનાવો ભાત
– ચોખાને ઓછામાં ઓછા અડધા કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
– હવે બે ગ્લાસ પાણી વાસણમાં નાખી ગેસ પર રાખી દો.
– પાણી ગરમ થવા પર ચોખા નીકાળીને તેમા નાખી દો.
– હવે વાસણને થાળીથી ઢાંકી દો.
– ચોખાને સીજવામાં ઓછામાં ઓછી 10-15 મિનિટ લાગે છે. તમે થોડીક વાર બાદ ચોખાને પલટીને જોઇ લો કે બન્યા છે કે નહીં.
– જ્યારે ચોખાના પાણીને પૂરી રીતે સૂકાઇ જાય તો ગેસને બંધ કરીને તેને થોડીક વાર પ્લેટથી ઢાંકો અને સર્વ કરો.
આ રીતે બનેલા ચોખાથી વજન વધતું નથી અને તે ડાયાબિટિસ અને હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે. ખરેખર તેમા ફેટ અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ હોતું નથી.