આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિન્ક રાખશો તો જવું પડશે જેલ, આ રીતે ઓનલાઈન કરી લેજાે ચેક


મુંબઈ,તા.૨૦

તમારું આધાર તમને જેલમાં મોકલી શકે છે. જાે તમારું સિમ કાર્ડ તમારા આધાર સાથે ખોટી રીતે લિંક થયું છે, તો તમારે જેલ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં આજે જ ચેક કરો કે તમારા આધાર કાર્ડ પર ખોટો સિમ કાર્ડ નંબર નોંધાયેલ છે કે નહીં.

આધાર કાર્ડ દેશમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે, જેનો ઉપયોગ સરકારી કામોથી લઈને ઘણા મહત્વપૂર્ણ હેતુઓ માટે થાય છે, જે લોકોને ઘણી મુશ્કેલીમાંથી બચાવે છે. તમે નવી નોકરી કે શાળા કે કોલેજમાં જાેડાશો અથવા જાે તમારે ટ્રેન, ફ્લાઈટ ટિકિટ સહિત કોઈ સરકારી કે ખાનગી કામ કરવું હોય તો આધાર જરૂરી બની ગયું છે. જેના કારણે તમારા આધારમાં સાચી માહિતી દાખલ કરવી જરૂરી છે નહીં તો સમસ્યાઓ વધી શકે છે અને તમારે જેલ પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં આજે જ ચેક કરો કે તમારા આધાર કાર્ડ પર ખોટો નંબર લિંક નથી થયોને

જાે તમારા આધાર સાથે નકલી સિમ કાર્ડ લિંક થયેલું છે અથવા જાે તમે તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક છે તે કોઈ અન્ય વ્યક્તિને આપ્યું છે તો તેને તરત જ ઓનલાઈન કાઢી નાખો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. કારણ કે જાે તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય છે, તો તમારે તેને સીમકાર્ડની જરૂર પડશે અને જાે તેમાં મુશ્કેલી આવશે તો તમારે જેલમાં જવું પડશે અથવા પછી દંડ ભરવો પડી શકે છે.

કયું સિમ કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે? આ જાણવું ખૂબ જ સરળ છે, જે ઘરે બેઠા ઓનલાઈન મળી શકે છે. સૌથી પહેલા તમારે આધારની સત્તાવાર વેબસાઇટ એટલે કે ેંૈંડ્ઢછૈં પર જવું પડશે.ત્યારબાદ તમને ઉપર ડાબા ખૂણામાં સ્અ છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિવિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જાે તમે મોબાઈલ પર આધારની વેબસાઈટ ખોલો છો તો તમને ઉપર ડાબા ખૂણામાં ત્રણ લાઈનો દેખાશે જેના પર ક્લિક કરવા પર સ્અ છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે નીચે સ્ક્રોલ કરવું પડશે જ્યાં તમારે છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ જીીદિૃૈષ્ઠીજ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.ત્યારબાદ નવું પેજ ખુલશે. જ્યાં તમને બે વિકલ્પો દેખાશે. આમાંથી તમારે મોબાઈલ નંબર ચેક કરવાના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે. આ પછી તમારે આધાર કાર્ડના ૧૨ અંક દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. આ પછી તમારે કેપ્ચા કોડ નાખવો પડશે.જાે તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક છે તો તમને એક સૂચના મળશે કે રેકોર્ડ મેચ થઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution