એકથી વધારે બેન્કમાં એકાઉન્ટ હોય તો ભરવો પડશે દંડ! આવો મેસેજ આવે તો ચેતજાે,


પાછલા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકની નવી ગાઈડલાઈન અનુસાર એક કરતા વધારે બેંકોમાં એકાઉન્ટ રાખવા પર દંડ લગાવવામાં આવશે. શું હકીકતે આમ થઈ રહ્યું છે? જાણો શું છે વાયરલ મેસેજની હકીકત.આજકાલ મોટાભાગના લોકો પાસે એકથી વધારે બેંક એકાઉન્ટ હોય છે. જાે તમે નોકરીયાત છો તો દરેક નવી નોકરી બદલવા પર કંપની તમારૂ નવું બેંક એકાઉન્ટ ખોલી દે છે. ત્યાં જ જુના જેટલા એકાઉન્ટ હોય એ કદાચ જ કોઈ બંધ કરાવતું હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીમોનો ફાયદો ઉઠાવવા માટે પણ બેંક એકાઉન્ટ જરૂરી છે.

એવામાં જાે તમારી પાસે પણ ૨થી વધારે બેંક એકાઉન્ટ છે તો આ ખબર તમારા કામની છે. હકીકતે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકની નવી ગાઈડલાઈન અનુસાર એક કરતા વધારે બેંકોમાં એકાઉન્ટ રાખવા પર દંડ લગાવવામાં આવશે. શું હકીકતે આમ થઈ રહ્યું છે? જાણો શું છે વાયરલ મેસેજની હકીકત.મીડિયામાં બેંક ખાતાને લઈને ઝડપથી એક ખબર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાે કોઈની પાસે ૧થી વધારે બેંક એકાઉન્ટ છે તો તેની પર મોટો દંડ આવી શકે છે.

એજન્સી ઁૈંમ્એ તેનું ફેક્ટ ચેક કર્યું છે. ઁૈંમ્ની ટીમે વાયરલ મેસેજની તપાસ કરી છે. જેમાં મળી આવ્યું છે કે એકથી વધારે બેંકોમાં ખાતુ હોવા પર દંડ વસુલવા વાળો મેસેજ સંપૂર્ણ રીતે નકલી છે. મીડિયામાં બેંક ખાતા વાળી વાયરલ ખબરની તપાસ કરવા પર ઁૈંમ્ ફેક્ટ ચેકે એક્સ પર હકીકત જણાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભ્રમ ફેલાવવા માટે આવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ઁૈંમ્એ જણાવ્યું કે ઇમ્ૈંએ એવી કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરી. લોકોએ એલર્ટ કરતા ઁૈંમ્ને કહ્યું, આવી નકલી ખબરોથી સાવધાન રહો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution