આ ચીજો... દહીંમાં ભેળવીને ખાઓ તો અનેક રોગ રહેશે દૂર

લોકસત્તા ડેસ્ક 

દહીંમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-વાયરલ ગુણ હોય છે. આવી સ્થિતિમાં, શરીરમાં પોષક તત્ત્વોનું સેવન પૂર્ણ થાય છે. લોકો તેમાં ખાંડ અથવા મીઠું ભેળવીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેની સાથે બીજી કેટલીક ચીજોનું મિશ્રણ ખાવાથી અનેક રોગોથી રાહત મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કઈ સમસ્યા માટે દહીંમાં દહીં ભેળવવું જોઈએ.

મધ : મોટેભાગે લોકોને મોઢામાં છાલા પડવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં દહીંમાં મધનું મિશ્રણ ખાવાથી ટૂંક સમયમાં રાહત મળે છે. 

મરી અને મીઠું : 1 બાઉલ દહીંમાં મીઠું અને 2-3 ચપટી કાળી મરી મિક્સ કરીને લેવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે. 

ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ : પાતળા લોકોએ દરરોજ 1 વાટકી દહીંમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ યોગ્ય વજન મેળવવા માટે. તે વજન વધારવા સાથે થાક અને નબળાઇને દૂર કરવામાં મદદ કરે છે. 

વરિયાળી : જે લોકોને ઉંઘમાં મુશ્કેલી આવે છે. તેવા લોકોએ 1 બાઉલ દહીંમાં 1/2 ટીસ્પૂન વરિયાળી નાખીને તેનું સેવન કરવું જોઈએ. ઉંઘની સાથે ગેસ અને બળતરાની સમસ્યાથી પણ રાહત આપે છે.

ઓટ્સ : દહીંમાં ઓટ ખાવાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત થાય છે. ઉપરાંત, શરીરને તમામ જરૂરી વિટામિન, ખનિજો મળે છે.

ભાત : લોકો વારંવાર માથુ દુખવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં બાફેલા ભાત સાથે દહીં મિક્ષ કરીને ખાવાથી લોકોને આ સમસ્યાથી જલ્દી રાહત મળે છે. 

શેકેલા જીરું અને કાળુ મીઠું : પાચનની સમસ્યા હોય તો તેમાં એક બાઉલ દહીંમાં કાળુ મીઠુ અને શેકેલા જીરું સ્વાદ મુજબ મિક્ષ કરી લેવું જોઈએ. આ ભૂખને વધારવામાં અને પાચનને મજબૂત કરવામાં મદદ કરશે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution