બદલાતી સીઝનમાં માંદા ન પડવું હોય તો કરી લો આ આસનો

વરસાદ, ગરમી અને ઠંડી ત્રણેય ઋતુની સાથે સીઝન શરૂ થઇ હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે વાઇરલ તાવની સમસ્યા વધી રહી છે. ડેન્ગ્યુથી તો લોકો હેરાન થઈ જ રહ્યા છે પરંતુ ખાંસી, શરદી અને વાયરલ તાવના વાવડ પણ ચાલી રહ્યા છે. આ તાવથી બચવું હોય તો નિયમિત યોગાસનો અચૂક કરવા જોઈએ. શરદી, ઉધરસ, ગળુ ખરાબ થવું, વધતા ઘટતા પ્રમાણમાં તાવ આવવો, હાથ પગમાં દુખાવો, માથાનો દુખાવો આ દરેક બાબત સામાન્ય બની જાય છે. જેમાં અયોગ્ય આહાર, અયોગ્ય જીવનશૈલી જેવી બાબતો અને વાતાવરણ ભાગ ભજવે છે. પરંતુ જો રોજ યોગ કરવામાં આવે તો આવી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

આસન:

તાવ કે ખરાબ સ્થિતિમાં આસન કરવા યોગ્ય નથી. પણ જેવું સારું થાય ત્યારે આસનની શરૂઆત કરવી જાઇએ. જેમાં શરીરના તમામ અંગોના આસનનો સમાવેશ થાય છે. વજ્રાસન, પવનમુક્તાસન, મેરૂવક્રાન, શશાંકાસન, મરકટાસન, સેતુ બંધાસન જેવા અનેક આસનોનો અભ્યાસ કરવો જરૂરી છે. રોગમુક્ત થયાના બે અઠવાડિયા પછી સર્વાગાસન, હલાસન, ધનુરાસન, કુક્કુરાસન, જેવા આસનોનો અભ્યાસ કરવો જાઇએ.

સેતુ બંધાસન કેવી રીતે કરવું

પીઠના બળે જમીન પર સૂઇ જવુ. શરીરને ઢીલું અને બિલ્કુલ હલકું છોડી દેવું. ત્રણ-ચાર વખત શ્વાસને છોડવો અને લેવો. હવે પગને ઘૂંટણથી વાળીને ચેસ્ટની નજીક રાખો. પગની એડીયોને હાથથી પકડી લો ત્યારબાદ ચેસ્ટને જમીનથી જેટલી ઉપર લઇ જવાય તેટલી લઇ જવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી આ સ્થિતિમાં રોકાઇ શકો ત્યાં સુધી રોકાવો, હાઇપર ટેન્શનવાળા લોકોએ આ સ્થિતિમાં વધુ રોકાવું નહીં.

પ્રાણાયામ: 

વાયરલ ઇન્ફેકશન અને તાવની પરિસ્થિતિમાં પ્રાણાયામ કરવું જાઇએ નહીં. માત્ર ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી. આ રીતે કરવાથી બે-ત્રણ દિવસમાં બિમારીથી છુટકારો મળે છે. રોગ દૂર થઇ ગયા પછી કપાલભાતિ, નાડીશોધનનો અભ્યાસ કરવો.

શિથિલીકરણ:

રોગની ગંભીર અવસ્થામાં પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકાય છે. આ પ્રક્રિયા જેટલા વધારે પ્રમાણમાં કરવામાં આવે તો રોગને દવા વગર મટાડવામાં પણ કારગર નિવડે છે.

ખોરાક:

વાયરલ ઇન્ફેકશન અને તાવમાં એક દિવસનો ઉપવાસ રાખવામાં આવે તો તાવ એક જ દિવસમાં મટી જાય છે, પરંતુ આ ઉપવાસ યોગ્ય માર્ગદર્શનમાં જ રાખવો જરૂરી છે. અન્ય દિવસોમાં દલિયા, ખીચડી, સૂપ ખવાય અને પી શકાય છે. ભારે ભોજન કરવું નહીં.

અન્ય:

વારંવાર તાવ આવતો હોય તો પૂરતો આરામ લેવો જરૂરી છે. પીવા માટે ચોખ્ખા પાણીનો જ ઉપયોગ કરવો. મનને શાંત રાખવું ખૂબ જ જરૂરી છે. અન્ય પ્રકારની ગતિવિધી પર ધ્યાન રાખવું નહીં. શ્વાસોશ્વાસનની વધુમાં વધુ પ્રક્રિયા કરવી જરૂરી છે. તળેલો ખોરાક, મરચા મસાલાવાળા ખોરાકથી દૂર રહો. ઉપરાંત સિગરેટ, તમાકુ, દારૂ જેવા કેફીન દ્રવ્યો પણ લેવા નહીં.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution