આંગળીના ટેરવે ફિટનેસની માહિતી મળી રહે તો તેને કહેવાય ડિજિટલ સ્માર્ટનેસ!

લેખક : મયૂરી જાદવ શાહ | 

આપણું શરીર સ્વસ્થ હોય અને મન પ્રફુલ્લિત હોય તો જીવન જીવવાની મઝા જ કંઈ ઔર હોય છે. આજના યુવાનો શરીર અને મન, બંનેના સ્વાસ્થ્ય માટે ઘણા જાગ્રત હોય છે. અને તેથી ફિટનેસનો વ્યવસાય પણ ધમધોકાર ચાલે છે. દરેક શહેરમાં હવે તો ગલીએ ગલીએ ફિટનેસ સેન્ટરો ખુલી ગયા છે. પરંતુ આ ડિજીટલ જમાનામાં ફિટનેસ માટે સેન્ટર પર જવાની જરૂર ખરી? જાે મોબાઈલ પર આંગળીના ટેરવે જ ફિટનેસ માટેની તમામ એડવાઈઝ મળી જાય તો? તો તેને ડિજીટલ સ્માર્ટનેસ કહેવાય!

અને આજકાલ અનેક યુવાનો આ જ ઉપાય અજમાવી રહ્યાં છે. સાથે સાથે ફિટનેસ ટ્રેનરો પણ ડિજીટલી સ્માાર્ટ બની આ માધ્યમનો ઉપયોગ કરીને લોકપ્રિયતાની સાથે ધન પણ કમાઈ રહ્યાં છે.

તેમાં શિરમોર નામ જાે કોઈનું હોય તો તે છે રણવીર અલ્લાહાબાદીયા.

રણવીરનો જન્મ મુંબઈમાં થયો હતો.તે સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને ફિટનેસના ક્ષેત્રમાં ખુબ રુચિ હતી. પરંતુ થયું એવું કે તે એક છોકરી સાથે રિલેશનશીપમાં હતો તેમાં બ્રેકઅપ થયું. તેનો આઘાત એટલો બધો લાગ્યો કે તે વ્યસનમાં ડૂબી ગયો. પરિણામે અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકતાં પરીક્ષામાં નાપાસ થયો.

પરંતુ તેમના માતાએ તેને હિંમત ન હારવા અને જીવનમાં કંઈક કરી દેખાડવા માટે ખુબ પ્રેરણા આપી. તે પછી રણવીરે ખુબ મહેનત કરી અને અભ્યાસમાં તો સફળતા મેળવી જ, સાથોસાથ જુદી જુદી સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માંડ્યો. તેનું વજન વધારે હોવાથી બધા સહાધ્યાયીઓ તેની મજાક ઉડાવતા હતાં. સૌથી પહેલું કામ તેણે જુડો કરાટે શીખવાનું અને શરીરનું વજન ઉતારવાનું કર્યું.

ગ્રેજ્યુએશન પછી તેણે એક યુટ્યૂબ ચેનલ ચાલુ કરી જેનું નામ હતું બિયરબેકઅપ્સ. અને વિષય હતો કુકીંગ તથા ફિટનેસ.

જેમ જેમ ચેનલ લોેકપ્રિય બનતી ગઈ તેમ તેમ તેમાં બીજા વિષયો જેવા કે સ્ટાઈલિ, સેલ્ફ ડેવેલોપમેન્ટ, મોટિવેશન વગેરે ઉમેરતા ગયા. આ ચેનલ ચાલતી હતી તે દરમિયાન તેની જ કોલેજના જુનિયર વિરાજ સાથે મુલાકાત થઈ વિરાજ હમણાં એમની કંપની મોન્ક એન્ટરટેઇન્મેન્ટના કો-ફાઉન્ડર છે. આ કંપની શરૂઆતમાં માત્ર ચાર માણસોની ટીમ સાથે શરૂ થઈ જેમાં આજે ૨૦૦ જણાની ટીમ છે.

૨૦૧૯માં રણવીર અલ્લાહાબાદીયાએ પોડકાસ્ટ શરૂ કર્યા. જેમાં બૉલીવુડના કલાકારો પ્રિયંકા ચોપરા, સૈફઅલી ખાન, આયુષ્માન ખુરાના વગેરેને પણ જાેડ્યાં હતા. ૨૦૦ જેટલા પોડકાસ્ટ તેણે બનાવ્યા છે.

આમ સતત મહેનત કરીને રણવીર અલ્લાહાબાદીયાએ યુટ્યૂબની ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ મેળવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution