દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય તેવું સપનું હોય છે. પરંતુ, કેટલીકવાર નાણાકીય અવરોધો આ સ્વપ્નના માર્ગમાં આવે છે. તેનો સામનો કરવાનો સૌથી સરળ રસ્તો છે હોમ લોન. ઘર ખરીદવા માટે બેંક પાસેથી લોન તરીકે મોટી રકમ લેવામાં આવે છે અને પછી દર મહિને વ્યાજ સાથે હપ્તાઓ (ઈસ્ૈં) માં ચૂકવવામાં આવે છે. હોમ લોનની રકમ ઘણી મોટી હોવાથી તેમાં ઘણા જાેખમો પણ હોય છે. જાે તમે લોન લેતા પહેલા કેટલીક મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખશો તો તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.
જાે તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો, તો તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લો. તમારા આવશ્યક ખર્ચાઓને પહોંચી વળ્યા પછી તમે ઈસ્ૈં ચૂકવી શકશો કે નહીં તેની ગણતરી કરો. ડાઉન પેમેન્ટ પણ હોમ લોનનું મહત્વનું પાસું છે, તેના પર પણ ધ્યાન આપવું જાેઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે ડાઉન પેમેન્ટ પછી તમારી પાસે સારી એવી બચત હોવી જાેઈએ, જેથી તમે અચાનક સમસ્યાઓનો સામનો કરી શકો.
હોમ લોન, ઇન્કમ સ્ટેટમેન્ટ, સેલેરી સ્લિપ, ફોર્મ ૧૬, બેંક સ્ટેટમેન્ટ, લેટેસ્ટ ૈં્ રિટર્ન, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, ફોટો ઓળખ કાર્ડ અને મિલકતના દસ્તાવેજાે તૈયાર રાખવા જાેઈએ. તેનાથી લોન ઝડપથી મંજૂર થવાની શક્યતા વધી જાય છે. તમારો ક્રેડિટ સ્કોર પણ સારો હોવો જાેઈએ.તમારે લોનની છુપી કિંમત પણ તપાસવી જાેઈએ, જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય. તેમાં લીગલ ફી, ટેક્નિકલ વેલ્યુએશન ચાર્જ, ફ્રેન્કિંગ ફી, ડોક્યુમેન્ટેશન ફી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે હોમ લોનમાં લાખોની રકમ લોન તરીકે લેવામાં આવે છે. મધ્યમ વર્ગની વ્યક્તિ માટે આટલી મોટી રકમ ૪-૫ વર્ષમાં સેટલ કરવી સરળ નથી. આ જ કારણ છે કે મોટાભાગના લોકો હોમ લોનની મુદત ૧૫ થી ૨૦ વર્ષ અથવા ક્યારેક તેનાથી પણ વધુ રાખે છે. આનાથી ઈસ્ૈંની રકમ ઘટી જાય છે, પરંતુ તમે લાંબા સમય સુધી લોન ચૂકવવા અંગે તણાવમાં રહેશો.
ખાસ કરીને, મધ્યમ વર્ગ અને કામ કરતા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર છે, કારણ કે કોઈ પણ અચાનક મોટી સમસ્યા તેમની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી અનુકૂળતા મુજબ વહેલી તકે હોમ લોન ચૂકવવાનો પ્રયાસ કરવો જાેઈએ.લોનની રકમ જેટલી વધારે હશે, તેટલો તમારો ઈસ્ૈં સમયગાળો લાંબો હશે અને તમારે જેટલું વ્યાજ ચૂકવવું પડશે. જાે તમે ટૂંકા ગાળામાં લોન પૂરી કરવાનો પ્રયાસ કરો છો, તો તમારે દર મહિને વધુ ઈસ્ૈં ચૂકવવા પડશે, જે મોટાભાગના લોકો માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ઘર ખરીદતા પહેલા વધુ ડાઉન પેમેન્ટ કરવું જાેઈએ. ઓછામાં ઓછું ૨૫ ટકા ડાઉન પેમેન્ટ કરવું જાેઈએ અને ૭૫ ટકા રકમ લોન તરીકે લેવી જાેઈએ.