એક જ  નાસ્તાથી કંટાળી ગયા હો તો બનાવો ઓટ્સ રવા ઢોકળા ,જાણો રેસિપી ! 

એકનો એક નાસ્તો કરીને કંટાળી ગયા હોવ તો બનાવો ઓટ્સ રવા ઢોકળા. જો તમે ડાયટ કરતા હોવ તો ઓટ્સ રવા ઢોકળા તમારા માટે બેસ્ટ છે. તો આજે જ બનાવો એકદમ ટેસ્ટી ઓટ્સ રવા ઢોકળા

સામગ્રી:

ઓટ્સ – પોણો કપ,રવો – અડધો કપ,દહીં – 1 કપ,પાણી – પા કપ,આદું-મરચાંની પેસ્ટ – 2 ચમચી,ગાજરનું છીણ – પા કપ,તેલ – 1 ચમચો,ઇનો – 1 પાઉચ,ફ્રૂટસોલ્ટ – ચપટી

વઘાર માટે :

તેલ - 1 ચમચો,રાઇ – 1 ચમચી,જીરું – 1 ચમચી,લીમડો – 6-7 પાન,મરચાંની ચીરીઓ – 2-3 નંગ,સમારેલી કોથમીર – સજાવટ માટે.

બનાવવાની રીત :

સૌપ્રથમ ઓટ્સને એક પેનમાં હલાવીને ધીમી આંચ પર શેકો. તે પછી તે ઠંડા થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી બારીક પાઉડર બનાવો.હવે ઓટ્સમાં રવો અને દહીં મિક્સ કરી આ મિશ્રણને વીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો જેથી તેને આથો આવી જાય.20 મિનિટ પછી તેને સારી રીતે હલાવીને તેમાં ગાજરનું છીણ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, તેલ અને જરૂર પૂરતું પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરો.જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો. ઢોકળા બનાવવાના કૂકરમાં પાણી ગરમ કરો.મિશ્રણમાં ફ્રૂટસોલ્ટ, ઇનો, મિક્સ કરી તેને થાળીમાં કાઢો. પછી આ થાળીને ઢોકળાના કૂકરમાં મૂકી દસ-પંદર મિનિટ સુધી રાખી ઢોકળા તૈયાર થવા દો.ઠંડા થાય એટલે ઢોકળાના પીસ કરી તેના પર વઘાર રેડી સમારેલી કોથમીર ભભરાવો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution