વધતી જતી ઉંમરની તમારા ચહેરા અને વાળ પર પણ અસર થતી દેખાય છે. તમારી સ્કીન પર કરચલીઓ પડવા લાગે અને તમારા વાળ પણ સફેદ થવા લાગે. સફેદ વાળનો મોટાભાગના લોકો એક જ ઇલાજ કરતા હોય છે અને તે છે હેર કલર, પરંતુ શું તમને ખબર છે કે હેર કલરના ઉપયોગ વગર પણ તમે પ્રાકૃતિક રીતે તમારા વાળને કાળા રાખી શકો છો.
ડુંગળીનો રસ :
સફેદવાળથી છુટકારો મેળવવા માટે ડુંગળીનો રસ ખૂબ જ કામની વસ્તુ છે. ડુંગળીને ક્રશ કરીને તેનો રસ કાઢી લો, આ રસને તમારા વાળના મૂળમાં અને સ્કાલ્પમાં વ્યવસ્થિત રીતે લગાવો અને 15 મિનીટ સુધી રાખો. આ ઉપાયને અઠવાડિયામાં 2 વાર કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે.
કોફી ઃ
કોફીમાં એવા તત્વો રહેલા છે જે તમારા વાળને પ્રાકૃતિક રીતે કાળા રાખે છે. જેના માટે એક બાઉલમાં કોફી લો, તેમાં શેમ્પૂ કે પાણીમાં મિક્સ કરી લો. બાદમાં આ પેસ્ટને તમારા વાળમાં લગાવી લો અને થોડી વાર બાદ તમારા વાળ ધોઇ લો. આ ઉપાયને અઠવાડિયામાં બે વાર કરવાથી ધીરે ધીરે વાળ કાળા થઇ જશે.
આંબળા અને લીંબુ ઃ
આંબળાનો રસ કાઢી લો અને તેમાં લીંબૂનો રસ મિક્સ કરી લો. આ રસને તમારા સ્કાલ્પમાં વ્યવસ્થિત લગાવી લો અને હળવા હાથે મસાજ કરો. 20 મિનીટ બાદ વાળને ધોઇ લો. આ ઉપાય અઠવાડિયામાં 3 વાર કરવાથી સફેદવાળ કાળા થઇ જશે અને તમારે હેર કલર લગાવવાની જરૂર નહી પડે.