લોકસત્તા ડેસ્ક
ખરતા વાળ તમારી સુંદરતાની સાથે સાથે તમારો કોન્ફિડન્સ પણ ઘટાડે છે. તેને કંટ્રોલ કરવા માટે અનેક કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ મળી રહ્યા છે પણ તમે કેટલીક આદતો બદલીને રાહત મેળવી શકે છે.
એક અધ્યયન અનુસાર રોજના લગભગ 100 વાળ તૂટે તે સામાન્ય છે. પણ જો તમે વાળમાં વારેઘડી કાંસકો ફેરવો છો તો તે ચિંતાની વાત છે. જો તમે અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સ અજમાવી લેશો તો તમે વાળ ખરવાનું રોકી શકો છો.
જો તમે નિયમિત રીતે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે તેને રોકી દેવું જોઈએ. એન્ટી ડેન્ડ્રફનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી વાળ નબળા બને છે અને સ્કેલ્પને ચિકણી બનાવે છે. જે સ્થાને વાળ ફરી આવતા નથી તે જગ્યાએ તેનો એક મહિના સુધી ફક્ત 1 વાર ઉપયોગ કરો.
જો તમે વાળને કલર કરો છો તો તમે મહિનામાં 1-2 વાર કલર ન કરો. 1 વાર કલર કરાયેલા વાળ પછી ફરી કલર કરવા માટે 2-3 મહિનાનું અંતર રાખો. કેમકે વાળમાં કેમિકલ તમે જેટલા ઓછા લગાવશો તેટલા સ્વાભાવિક રીતે શ્વાસ લઈ શકશો.
અનેક વાર જોવા મળ્યું છે કે સલૂનમાં ખાસ કરીને મહિલાઓ એક જ સમયે કલરિંગ અને સ્ટ્રેટનિંગની ટ્રીટમેન્ટ લે છે. આવું ન કરો. ઓછામાં ઓછા એક સમયે એક ટ્રીટમેન્ટ લો અને તેના એક મહિના બાદ વાળને બીજી ટ્રીટમેન્ટ આપો. તેની સાથે પોતાની ડાયટમાં વિટામિન એચને સામેલ કરો. આ દરેક ચીજને લીધે વાળની પ્રતિરોધક ક્ષમતા વધે છે.
પુરુષો ખાસ કરીને વાળને ભીના કરવાની અને તેની પર જેલ કે ક્રીમ લગાવવાની પ્રોસેસ કરતા રહે છે. આ કેમિકલ યુક્ત ક્રીમ કે જેલનો પ્રયોગ મહિનામાં 1 વાર પાણી સાથે મિક્સ કરીને કરાય તો જ તે સારું રીઝલ્ટ આપે છે.
અનેક વાર ઓફિસની ઉતાવળમાં વાળને વોશ કર્યા બાદ જ તમે તેમાં કાંસકો ફેરવો છો. વાળને હંમેશા તે સૂકાય પછી જ ઓળો. કોમ્બિંગ ટીપથી શરૂ કરીને તેની ઉપરની તરફ તેને લઈ જઈને વાળ ઓળો.
નિયમિત રીતે અનેક ઘરેલૂ પેક લગાવવાની ભૂલ ન કરો. મહિનામાં એક વાર હર્બલ ટ્રીટમેન્ટ યૂઝ કરો. વિનેગરની સાથે મહેંદી ન લગાવો. મહિનામાં એક વાર ડીપ ઓઈલિંગ કરો. એક્સપર્ટના આધારે જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ઓઈલિંગથી બચો. વાળમાં વધારે તેલ નાંખવાથી પણ વાળ વધારે તૂટે છે.