વોશિગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને એવી આશંકા વ્યક્ત કરી છે કે જાે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો તેમને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણ અંગે શંકા છે. જાે બિડેને એક મીડિયા ચેનલ સાથે વાત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે ‘જાે ડોનાલ્ડ ટ્રમ્પ હારી જાય છે, તો તેઓ નથી માનતા કે કમલા હેરિસને સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે. તેઓ (ટ્રમ્પ) જે કહે છે તેનો અર્થ છે, પરંતુ અમે તેને ગંભીરતાથી લેતા નથી, પરંતુ તેમના શબ્દોનો અર્થ એવો છે કે તેમણે કહ્યું હતું કે જાે અમે હારીશું તો રક્તપાત થશે.
જાે બિડેનનો આ ડર પાયાવિહોણો પણ નથી. ૨૦૨૦ માં, જ્યારે જાે બિડેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા, ત્યારે ભારે હિંસા થઈ હતી. અમેરિકી સંસદમાં તોફાનીઓની ભીડ ઘૂસી ગઈ અને તે દરમિયાન પોલીસકર્મીઓ સહિત અનેક લોકોના મોત થયા. ડોનાલ્ડ ટ્રમ્પ પર લોકોના ટોળાને ઉશ્કેરવાનો પણ આરોપ છે અને આ માટે તેમની સામે કેસ પણ ચાલી રહ્યો છે. આ વખતે પણ સંજાેગોને જાેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ગાઢ મુકાબલો થવાની આશા છે. આ જ કારણ છે કે જાે બિડેને આશંકા વ્યક્ત કરી છે કે જાે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી હારશે તો આ વખતે પણ હિંસા થઈ શકે છે.
જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, જે ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે, તેમણે તેમના રનિંગ સાથી એટલે કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કર્યું છે.
હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝને તેના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા છે. વોલ્ઝને હેરિસ સમર્થક માનવામાં આવે છે. શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર ટિમ વોલ્ઝ મિનેસોટાના ગવર્નર તરીકે તેમની બીજી ટર્મ સેવા આપી રહ્યા છે. તેઓ ડેમોક્રેટિક ગવર્નર્સ એસોસિએશનના પ્રમુખ પણ છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને રિપબ્લિકન પાર્ટી તરફથી જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.