સપના આવવા પાછળ ઘણા કારણો હોય છે. આ આપણા અર્ધજાગ્રત મનમાં ચાલતા વિચારો, દિવસભરમાં બનેલી કેટલીક ઘટનાઓ અથવા કેટલીક યાદો સાથે પણ જોડાયેલા હોય છે. ક્યારેક-ક્યારેક એવું પણ થાય છે કે એક જેવા સપના વારંવાર આવે છે અથવા કેટલાક ખાસ પ્રકારના સપના આવે છે. ત્યારે આવા સપનાનો ખાસ અર્થ હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં આ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે. ઘણા લોકોને સપનામાં વારંવાર સાપ દેખાય છે. દેખીતી રીતે સાપનું સામાન્ય દૃષ્ટિએ નજર આવવું જ લોકોને ભયભીત કરી દે છે, આવી સ્થિતિમાં સપનામાં તેનું આવવું તેમને ચિંતામાં મૂકી શકે છે.
જો સપનામાં વારંવાર સાપ દેખાય છે, તો તેનાથી બચવા માટે એક ઉપાય ખૂબ અસરકારક છે. આ માટે ચાંદીના 2 સાપ બનાવડાવો, સાથે જ એક સ્વસ્તિક બનાવડાવો. એક થાળીમાં ચાંદીના સાપ અને બીજી થાળીમાં સ્વસ્તિક રાખો. હવે તેમની પૂજા કરો. આ માટે ચાંદીના સાપને કાચું દૂધ અર્પણ કરો. જ્યારે સ્વસ્તિક પર બિલિપત્ર ચઢાવોસ, પછી બંને થાળીઓ સામે રાખીને 'ऊं नागेंद्रहाराय नम:'ના જાપ કરો. આ પછી કોઈ મંદિરમાં જઇને આ ચાંદીના સાપને શિવલિંગ પર અર્પિત કરી દો. તેમજ ગળામાં સ્વસ્તિક ધારણ કરો. નાગ પંચમીના દિવસે આ ઉપાય કરવાથી ઘણા ફાયદા થશે.
નાગ પંચમી પર કરી શકો છો પૂજા
આવા સપનાથી બચવા માટે 13 ઓગસ્ટના રોજ આવતી નાગ પંચમીના દિવસે વ્રત-પૂજા પણ કરી શકાય છે. આ માટે અષ્ટ નાગોની પૂજા કરવામાં આવે છે. આ માટે ચતુર્થી પર દિવસ દરમિયાન ભોજન કરી લો અને તે પછી પંચમીના દિવસે ઉપવાસ રાખીને સાંજે પારણા કરો. આ સાથે જ નાગપંચમીના દિવસે નાગદેવતાની પ્રતિમા અથવા તસવીરને બાજોટ પર રાખો. તેમના પર હળદર, કુમકુમ, રોલી, ચોખા અને ફૂલ ચલાવે. કાચા દૂધમાં ઘી અને સાંકર મિક્સ કરીને નાગ દેવતાને ચઢાવો અને આરતી કરો.