pan કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ઑનલાઇન ડુપ્લિકેટ પાન કાર્ડ મેળવી શકો છો


નવીદિલ્હી,તા.૧૭

ભારતમાં રહેવા માટે તમારા માટે થોડા દસ્તાવેજાે હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજાેમાં પાન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઁછદ્ગ કાર્ડ વગર તમે બેન્કનું કોઈ કામ કરી શકતા નથી. એટલું જ નહી ઈન્કમ ટેક્સ સંબંધિત કોઈ કામ પણ કરી શકતા નથી. જાે તમારી પાસે ઁછદ્ગ કાર્ડ નથી, તો તમે કોઈપણ પ્રકારની લોન લઈ શકશો નહીં. એટલા માટે ઁછદ્ગ કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.

પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો પાન કાર્ડ બનાવી લે છે. પરંતુ તે પછી તે ક્યાંક ખોવાઈ જાય છે અથવા તે ચોરાઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ફરીથી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જાે તમારું ઁછદ્ગ કાર્ડ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું કે તૂટી ગયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવી શકો છો.

જાે તમારું ઁછદ્ગ કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમે ઑનલાઇન ડુપ્લિકેટ પાન કાર્ડ મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે દ્ગજીડ્ઢન્ સત્તાવાર વેબસાઇટ ર્હઙ્મૈહીજીદિૃૈષ્ઠીજ.હજઙ્ઘઙ્મ.ર્ષ્ઠદ્બ/ॅટ્ઠટ્ઠદ્બ/ઇીॅિૈહંઈઁટ્ઠહ.રંદ્બઙ્મ પર જવું પડશે. આ પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે તમારો પાન કાર્ડ નંબર, તમારો આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. આ પછી તમારે નીચેના બોક્સ પર ટિક કરવાનું રહેશે અને પછી કેપ્ચા વેલિડેટ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશું.

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારે તમારું એડ્રેસ દાખલ કરવું પડશે. તમે જે સરનામે ઁછદ્ગ કાર્ડ ઓર્ડર કરવા માંગો છો. આ પછી તમારે તમારું સરનામું વેરિફાઈ કરવું પડશે. જેના માટે તમારા ઈમેલ આઈડી પર અથવા તમારા રજિસ્ટર્ડ નંબર પર ર્ં્‌ઁ આવશે, તેને એન્ટર કર્યા પછી તમારું એડ્રેસ વેરિફાઈ થશે. આ પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ડુપ્લિકેટ પાન કાર્ડ માટે તમારે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમે પાન કાર્ડની સાઇટ પર પાછા આવશો. અહીં તમને એક રસીદ મળશે જેને તમારે કાળજીપૂર્વક રાખવાની રહેશે. કારણ કે તેમાં રેફરન્સ નંબર હશે. આની મદદથી તમે તમારા પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકશો. થોડા દિવસોમાં તમારું ડુપ્લિકેટ પાન કાર્ડ ભારતીય પોસ્ટ દ્વારા તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution