૨૦૩૬માં ઓલિમ્પિક રમતોત્સવ ભારતમાં યોજાય તો દેશને લાભ શું અને નુકશાન શું?

ભારત સરકારે ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોત્સવ માટે યજમાન બનવાનો દાવો નોંધાવ્યો છે. આપણા દેશમાં આંતરરાષ્ટ્રીય રમતોત્સવ યોજાય એ ગૌરવની વાત છે. પરંતુ ઓલિમ્પિકની યજમાની કરવાથી કોઈ પણ દેશને શું લાભ થાય છે અને શું નુકશાન થાય છે તેના સર્વેક્ષણ પર નજર કરીએ તો આ દિશામાં આગળ વધવામાં અત્યંત સાવચેતી રાખવી જાેઈએ તેમ સ્પષ્ટ જણાય છે. ખાસ કરીને આ આયોજન માટે જે તોતિંગ ખર્ચનો બોજ દેશની તિજાેરી પર પડે છે તે વિષયનો વિચાર કરવો આવશ્યક છે. વળી આ ખર્ચ કર્યા પછી તેનું વળતર કેટલું મળશે તે અનિશ્ચિત છે.

એવું નથી કે ઓલિમ્પિકની યજમાનીથી નુકશાન જ થાય છે, પરંતુ અત્યાર સુધી આ રમતોત્સવનું આયોજન કરનારા દેશોને થયેલા લાભાલાભનો અભ્યાસ કરતા સમજીને ડગ માંડવું હિતાવહ હોય તેમ લાગે છે.

અમેરિકાના શહેર લોસ એન્જલસના અપવાદરૂપ કિસ્સા સિવાય જે દેશોએ ઓલિમ્પિકની યજમાની કરી છે તે દેશો પછીથી જંગી દેવામાં ડુબી ગયા છે તેવું એક અભ્યાસનું તારણ છે.

બાડે અને મેથેસનના રિસર્ચ પેપર ગોઈંગ ફોર ધ ગોલ્ડઃ ધ ઈકોનોમિક્સ ઓફ ધ ઓલિમ્પિક્સ અનુસાર, ઓલિમ્પિક હોસ્ટિંગ જીતવા માટે ઓલિમ્પિક કમિટી સમક્ષ દરખાસ્ત કરવા માટે નોંધપાત્ર નાણાકીય ખર્ચ થાય છે. યજમાન દેશ ચોખ્ખો નફો કરી શકે તેવું બદુ જુજ કિસ્સામાં બને છે. તેમાં પણ વિકસિત દેશ કરતા વિકાસશીલ દેશોમાં સ્થિતિ વધુ કપરી બની જાય છે.

આ બાબતમાં શ્રેષ્ઠ ઉદાહરણ ગ્રીસનું છે. તેણે ૨૦૦૪માં ઓલિમ્પિકની યજમાની પાછળ ૧૧ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. ઓલિમ્પિક પર તેના વધુ પડતા ખર્ચનું પરિણામ એ આવ્યું કે ૨૦૦૦ના દાયકાના અંતમાં ગ્રીસ આર્થિક મંદીનો શિકાર બન્યું. આવા ઘણા ઉદાહરણો છે. વિશ્વના સૌથી વિકસિત દેશ કેનેડાના મોન્ટ્રીયલ શહેરની પણ આવી જ વાત છે. ૧૯૭૬માં ઓલિમ્પિકની યજમાનીને કારણે શહેર ત્રણ દાયકા સુધી દેવા હેઠળ રહ્યું હતું.

બ્રાઝિલમાં પણ આવું જ થયું હતું, જ્યાં ૨૦૧૬માં રિયો ડી જાનેરો શહેરમાં ઓલિમ્પિકના ખર્ચને આવરી લેવા માટે ફેડરલ સરકારને ૯૦૦ મિલિયન ડોલરની જરૂર પડી હતી. આવી સ્થિતિમાં, સરકાર તેના તમામ જાહેર ક્ષેત્રના કર્મચારીઓને પગાર પણ ચૂકવવામાં અસમર્થ બની ગઈ હતી.

અત્યાર સુધી, લોસ એન્જલસ એકમાત્ર યજમાન શહેર છે જેણે ઓલિમ્પિક્સનું આયોજન કરીને નફો કર્યો છે. ઓક્સફોર્ડ ઓલિમ્પિક્સ સ્ટડી-૨૦૨૪ અનુસાર અત્યાર સુધીની સૌથી મોંઘી સમર ગેમ્સ, રિયો ડી જાનેરોમાં ૨૦૧૬માં ૨૩.૬ બિલિયન ડોલર અને લંડનમાં ૨૦૧૨માં ૧૬.૮ બિલિયન ડોલરની નોંધાઈ હતી.

૨૦૧૬ના ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ સમર ઓલિમ્પિક્સમાંથી કુલ આવક હવે સરેરાશ આશરે ૧૦ બિલિયન ડોલર છે. પરંતુ આમાંથી મોટાભાગની આવક યજમાનના ફાળે આવતી નથી. ૈર્ંંઝ્ર ટેલિવિઝનની આવકના અડધાથી વધુ હિસ્સો રાખે છે, જે સામાન્ય રીતે નફાનો સૌથી મોટો હિસ્સો છે.

 જાે કે ઓલિમ્પિકનું આયોજન કરવાથી યજમાન દેશ દેવું કરે છે, પરંતુ તેને વૈશ્વિક સ્તરે તેની છબી સુધારવાની તક પણ મળે છે. આ બાબતે ટોક્યોનું ઉદાહરણ આપી શકાય. કારણ કે વિશ્વયુદ્ધમાં બરબાદ થયેલા જાપાનને વીસ વર્ષ પણ પૂરા થયા ન હતા અને તેણે ઓલિમ્પિકની યજમાની જીતી લીધી હતી. ત્યારે જાપાન પુનર્નિર્માણના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. યુદ્ધમાં તેની ભૂમિકા પછી તેણે વૈશ્વિક સ્તરે તેની સ્વીકૃતિના સંદર્ભમાં તેની સ્થિતિ મજબૂત કરવામાં ઓલિમ્પિકનું આયોજન ઘણું મદદરૂપ બન્યું હતું.

તેવી જ રીતે, ભલે સ્પેન ઓલિમ્પિક હોસ્ટિંગની પ્રક્રિયામાં દેવામાં ડૂબી ગયું, પણ તે પછી બાર્સેલોનામાં પ્રવાસન ઉદ્યોગ જાેતજાેતામાં ઘણો વિકસી ગયો હતો.   

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution