જાે ૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન ભરવામાં ન આવે તો કરદાતાઓને રિફંડ મળતું નથી


નવીદિલ્હી,તા.૨

જાે તમારી આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધુ છે તો ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ ઉપરાંત, કેટલીક પરિસ્થિતિઓ એવી છે જેમાં આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં ઓછી હોવા છતાં પણ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. પ્રશ્ન એ છે કે જાે છેલ્લી તારીખ સુધીમાં ઈનકમ રિટર્ન ફાઈલ ન થાય તો શું થશે?

આવકવેરાના નિયમો અનુસાર, જાે કોઈ કરદાતા કોઈપણ કારણોસર છેલ્લી તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ ન કરે તો તેને તે વર્ષની ૩૧મી ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવાની છૂટ છે. તેને બિલેટેડ રિટર્ન ફાઇલિંગ કહે છે. કરદાતાઓને બિલેટેડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડે છે. પેનલ્ટીની રકમ કરદાતાની વાર્ષિક આવક પર આધારિત છે.

જાે કરદાતાની વાર્ષિક આવક રૂ. ૫ લાખ અથવા તેનાથી ઓછી છે, તો તેણે બિલેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે રૂ. ૧,૦૦૦ની પેનલ્ટી ચૂકવવી પડશે. જાે કરદાતાની વાર્ષિક આવક રૂ. ૫ લાખથી વધુ હોય તો તેને રૂ. ૫,૦૦૦ની પેનલ્ટી ભરવી પડશે. આ સિવાય કરદાતાએ તેની કર જવાબદારી પર વ્યાજ પણ ચૂકવવું પડે છે. આ રીતે જાે ૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો બે પ્રકારના દંડની જાેગવાઈ છે.

આવકવેરા અધિનિયમની કલમ ૨૩૪છ મુજબ, કરદાતાએ તેની કરની રકમ પર દર મહિને ૧ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. કરદાતા રિટર્ન ફાઇલ કરે તે તારીખ સુધી વ્યાજની ગણતરી કરવામાં આવે છે. વ્યાજની ગણતરી પહેલી ઓગસ્ટથી થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આવકવેરા વિભાગ આ પેનલ્ટી એટલા માટે લગાવે છે જેથી કરદાતાઓ સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ કરે.

સમયમર્યાદામાં રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે. જાે ૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન ભરવામાં ન આવે તો કરદાતાઓને રિફંડ મળતું નથી. દરમિયાન, જાે તેને હોમ લોન અથવા અન્ય કોઈ લોનની જરૂર હોય, તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેન્કો અથવા દ્ગમ્હ્લઝ્રજ લોન અરજી કરતી વખતે અરજદાર પાસેથી આવકવેરા રિટર્ન માંગે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution