અમદાવાદ-
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટ ઉભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ ૫૬ ડેમોમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત ગુજરાતની જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાંથી પણ રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં ૧૮મી ઓગસ્ટની સ્થિતિએ ૧૧૫.૬૯ મીટરની સપાટીએ પાણી ભરેલું છે, જેમાંથી ૩.૪૯ મિલિયન એકર ફૂટ (એમએએફ) એટલે કે ૪૫.૫૦ ટકા પાણી ડેડ સ્ટોરેજ છે, જ્યારે વાપરી શકાય તેટલું પાણી ૦.૫૫ એમએએફ એટલે ૧૧ ટકા જ છે. તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે તેવા સંજાેગો છે.રાજ્યમાં જાે વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે તે પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં અત્યારે હાઇડ્રો વીજળી ઉત્પન્ન થઈ રહી હોઈ ૧૭ મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં ૧૨ હજાર ૪૧૨ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, એટલે સામે નર્મદા ડેમમાંથી ૧૫ હજાર ૨૦૦થી ૧૫ હજાર ૭૯૨ ક્યૂસેક સુધી કેનાલો દ્વારા પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગોને અપાતું ૧૨૫ ક્યૂસેક પાણી બંધ થવું જાેઈએ.ખેડૂતોનું કહેવું છે કે, સરકારે પ્રથમ અગ્રતા પીવાનાં પાણીને અને દ્વિતીય અગ્રતા સિંચાઈના પાણીને આપવી જાેઈએ અને જરૃર પડયે ઉદ્યોગોને અપાતું પાણી સદંતર બંધ કરીને ખેતી બચાવવા ફાળવવું જાેઈએ. હાલની સ્થિતિમાં રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ ૩૬ હજાર ૫૦૦ મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. આમાં ઉત્તર ગુજરાતને ૨ હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને ૧૨ હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને ૨૫૦૦ એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને ૨૦ હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. ૯.૫ લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે.
૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર વિસ્તારને પાણી મળશે
દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને ૪ લાખ ૬૯ હજાર ૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહયું છે. આમ ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્વના ર્નિણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
આજી-૧માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે તેટલો જ છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમમાં વરસાદની આશાએ સૌની યોજનાનું પાણી લેવાનું બંધ કરાયા બાદ આવતા સપ્તાહથી તુરંત પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. રાજ્ય સરકારમાં પત્ર લખી પાણી માટે માંગ કરવામાં આવી હતી. જેને પગલે ૨૩ ઓગષ્ટ પછી આજીડેમમાં ફરી ૧૫૦ નર્મદાનું પાણી ઠલવાશે. આ સંજાેગોમાં તા.૨૦ ઓગસ્ટના રોજ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરી સમીક્ષા બેઠક રાખવામાં આવેલ છે.ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. હવામાન વિભાગે ૧૭ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થવાની આગાહી છે. ત્યારે કેન્દ્રના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૧ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ૧૭ ઓગસ્ટથી લઈને ૨૧ ઓગસ્ટ સુધીમાં ઉત્તર