વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિસ્પર્ધી અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કમલા હેરિસ યહૂદીઓથી નફરત કરે છે. જાે તે ચૂંટણી જીતે છે તો ઇઝરાયેલનો અંત નિશ્ચિત છે. કારણ કે, ડેમોક્રેટ્સ હમાસના સમર્થકો છે. તેમના મોટા નેતાઓ પેલેસ્ટાઇનના નામે હમાસને પ્રોત્સાહન આપે છે. યુએસ નેતૃત્વની નબળાઈને કારણે હમાસ દ્વારા બનાવવામાં આવેલા બંધકોની હજુ સુધી મુક્તિ થઈ શકી નથી. તેમાંથી કેટલાક અમેરિકનો પણ સામેલ છે.
યુએસના પૂર્વ રાષ્ટ્રપતિએ એ પણ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નીતિમાં ડેમોક્રેટ્સ નિષ્ફળ ગયા છે. ઇઝરાયેલ હમાસ યુદ્ધને રોકવા માટે અમેરિકાએ શક્તિનો ઉપયોગ કર્યો નથી. અફસોસ છે કે રાષ્ટ્રપતિ જાે બાઇડેને વિચાર વિમર્શ વિના અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાને પાછી બોલાવવાનો ર્નિણય લીધો હતો. આવી સ્થિતિમાં અમેરિકી હિતોને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઉપર ર્નિણયો લેવા જાેઈએ.ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું, “ભારતીય અમેરિકનો મારા મોટા સમર્થકો છે. કારણ કે, ગત ચૂંટણીમાં પણ મને તેમનું સમર્થન મળ્યું હતું. મારી ચૂંટણીમાં ઘણા ભારતીયો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હું ખાતરી આપું છું, મારા રાષ્ટ્રપતિ બનવા પર ભારત મારાથી વધુ સારો મિત્ર નહીં મેળવી શકે.” અમેરિકન ઇમિગ્રેશન પ્રક્રિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન માટે તેઓ ખૂબ જ કડક રહ્યા છે. તાજેતરમાં તેમણે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયોને ગ્રીન કાર્ડ આપવાની જાહેરાત કરી છે.