જાે બાઈડેને ચીની ચીજવસ્તુઓ પર ૧૦૦ ટકા ટેક્સ લગાવ્યો શું ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી થશે ટ્રેડ વોર


શાંઘાઈ,તા.૧૫

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને ચીનથી આયાત થતા સામાન પર ૧૦૦ ટકા સુધીનો આયાત કર લાદ્યો છે. આ વિવિધ કેટેગરીમાં અલગ-અલગ છે. આનાથી જ્યાં ચીન માટે એક નવો પડકાર ઉભો થયો છે. તે સાથે જ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ફરીથી ઉભું થશે તે માટેનો વિશ્વ માટે ડર પણ ઊંડો બન્યો છે. જેના કારણે પહેલાથી જ યુદ્ધ અને અસ્થિરતાના સંકટનો સામનો કરી રહેલી દુનિયા માટે નવા આર્થિક સંકટનું જાેખમ પણ વધી ગયું છે.

અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડેને ચીન પ્રત્યેની પોતાની દુશ્મનાવટને સાકાર કરીને ચીનથી અમેરિકા પહોંચતા વિવિધ સામાન પર ટેક્સ રેટ વધારી દીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઠ' પર એક પોસ્ટમાં પણ આ વિશે માહિતી આપી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનના પોસ્ટ અનુસાર હવેથી ચીનથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેક્સ લાગશે. જ્યારે સેમિકન્ડક્ટર ૫૦ ટકા ટેક્સ સાથે અમેરિકા પહોંચશે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેક્સ અને સોલાર પેનલ પર ૫૦ ટકા ટેક્સ લાગશે.

જાે બાઈડેને સ્પષ્ટ કર્યું કે, ચીન આ ક્ષેત્રોમાં સતત વર્ચસ્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે તે ઈચ્છે છે કે અમેરિકા હંમેશા આ ક્ષેત્રોમાં આગળ રહે અને વિશ્વનું નેતૃત્વ કરે.

જાે બાઈડેનના આ પગલા બાદ દુનિયા ફરી એકવાર અમેરિકા-ચીન વચ્ચે નવા વેપાર યુદ્ધનો ખતરો અનુભવી રહી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તા પર હતા ત્યારે વિશ્વને બંને વચ્ચે વેપાર યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેડ વોરનું પરિણામ હતું કે, અમેરિકામાં ્‌ૈા્‌ર્ાની હાલત ખરાબ થઈ ગઈ હતી. જાે કે બાદમાં સરકાર બદલાયા બાદ પરિસ્થિતિ સુધરવા લાગી હતી. હાલમાં વિશ્વ પહેલેથી જ રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ કોવિડ પછીની અસરો અને પશ્ચિમ એશિયામાં સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચેના નવા ટ્રેડ વોરથી વિશ્વની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution