કોઈપણ બિસ્કિટ વધ્યા હોય તો, તમારા બાળકો માટે બનાવો આ ડિલિશિયસ રેસિપી!

ઘરમાં નાના બાળકો હોય તો રોજ-રોજ તેમને શું ખવડાવવું જે તેમને ભાવે એ એક મોટો પ્રશ્ન છે. એમાં પણ બાળકોને કેક અને બિસ્કિટ ખૂબ જ ભાવતા હોય છે. જેથી જો તમારે તમારા બાળકોને બહારનો કેક ન ખવડાવવો હોય તો તમે ઘરે જ બચેલાં બિસ્કિટ્સમાંથી સોફ્ટ અને ટેસ્ટી કેક ફટાફટ બનાવી શકો છો. જી હાં, કેકની આ રેસિપી ખૂબ જ સરળ છે અને કોઈપણ ઘરે બનાવી શકે છે. તમે એકવાર ટ્રાય કરશો તો તમારા બાળકોને અને મોટાઓને પણ ભાવશે.

સામગ્રી:

25 જેટલા કોઈપણ સ્વીટ બિસ્કટ ,3 ચમચી દળેલી ખાંડ,1 ચમચી કોકો પાઉડર,1 ચમચી તેલ,અડધી ચમચી રેગ્યુલર ઈનો,કતરેલી બદામ.

બનાવાની રીત:

સૌથી પહેલાં તમારા ઘરમાં કોઈપણ વધેલાં કે ભૂકો થઈ ગયેલા સ્વીટ બિસ્કિટ્સ જેવા કે (પારલે જી, ક્રેકજેક, બોનબોન, ઓરિયો વગેરે) હોય તેને મિક્સરમાં લઈને પીસી લો. પછી તેને ચાયણીમાં ચાળી લેવા. બિસ્કિટ ચાળવા ખૂબ જ જરૂરી છે. જેથી એકસરખો ફાઈન પાઉડર મળે અને કેકમાં લમ્પ્સ નહીં દેખાય. પછી તેમાં ખાંડ, કોકો પાઉડર નાખીને પણ ચાળી લેવો. પછી મિક્સ કરીને તેમાં રૂમ ટેમ્પ્રેચરનું દૂધ નાખવું. એક કપ જેટલું દૂધ નાખવું, જેથી કેકનું બેટર તૈયાર થઈ જશે. તમે ઈડલી ઢોસાનું ખીરું રાખો છો એવું બેટર રાખવું. પછી એક ટીન અથવા વાસણમાં ઓઈલ લગાવીને બટર પેપર લગાવી દો. પછી મિક્સ બેટરમાં ઓઈલ અને છેલ્લે ઈનો નાખીને બરાબર મિક્સ કરી લો. પછી બેટર ટીનમાં પાથરી દો. હવે ઉપરથી બદામ કતરીને નાખી દો. પછી કેકને ઓવનમાં 180 ડિગ્રી પર 15 મિનિટ બેક કરી લો. કેક અડધો કલાક ઠંડી થાય પછી સર્વ કરો. આ કેક ખાઈને તમારા બાળકોને ચોક્કસ મજા પડી જશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution