દિલ્હી-
ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે યુનાઈટેડ નેશન્સમાં ચાલીસ જેટલા દેશોએ ચીનની બરાબર ઝાટકણી કાઢી હતી.જાેકે મુસ્લિમો પરના અત્યાચારનો મુદ્દો હોવા છતા પાકિસ્તાન પોતાના ખાસ દોસ્ત ચીનના બચાવમાં ઉતરી આવ્યુ હતુ.
અમેરિકા, યુરોપાના દેશો, જાપાન અને બીજા દેશોએ ચીનને કહ્યું હતુ કે, સંયુક્ત રાષ્ટ્રના હ્ય્šમન રાઈટ કમિશનના પ્રતિનિધિ મંડળને ચીનના શિનજિયાંગ પ્રાંતમાં જવાની મંજુરી ચીન આપે તેમજ ઉઈગર મુસ્લિમોને તથા બીજા અલ્પસંખ્યકોને ડિટેન્શન કેમ્પમાં મોકલવાનુ ચીન બંધ કરે.અહીંયા માનવાધિકારોને કચડવામાં આવી રહ્યા છે.10 લાખ મુસ્લિમોને ચીને કેદ કરીને રાખ્યા છે.શિનજિયાંગ પ્રાંતમાં ધાર્મિક આઝાદી નથી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ નથી.
સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સમિતિની બેઠકમાં ચાલીસ દેશોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતુ કે, ચીન દ્વારા હોંગકોંગની સ્વાયત્તતા ફરી લાગુ કરવામાં આવે અને ત્યાંના લોકોના ઝુંટવી લેવાયેલા અધિકારો પાછા આપવામાં આવે.હોંગકોંગની ન્યાય પાલિકાની સ્વતંત્રતાને પણ ચીન ફરી લાગુ કરે.
જાેકે આ નિવેદન બાદ તરત જ પાકિસ્તાને ચીનના દેવા હેઠળ દબાયેલા 55 દેશો તરફથી ચીનનો બચાવ કર્યો હતો.પાકિસ્તાને કહ્યું હતુ કે, હોંગકોંગ ચીનનો હિસ્સો છે અને ચીન ત્યાં એક દેશ અને બે સિસ્ટમને લાગુ કરી રહ્યું છે.ચીન દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં આતંક અને ક્ટ્ટરવાદ સામે પગલા ભરવામાં આવ્યા છે.