કોરોના-કેસ વધશે તો પણ દેશવ્યાપી-લોકડાઉન લાગુ નહીં કરુંઃ બાઈડન

વોશ્ગિટંન-

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસના કેસ વધશે તોય એની સામેની લડાઈમાં દેશવ્યાપી લોકડાઉનનો ઓર્ડર નહીં આપું. દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું પડે એવા કોઈ સંજાેગો મને જણાતા નથી. મારા મતે એ પ્રતિકૂળ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના કેસો વધે તો રાજ્યો અને શહેરો એમની પોતપોતાની રીતે નિયંત્રણો લાગુ કરે છે. ચેપગ્રસ્ત લોકોને એમના ઘરમાં જ રહેવાનું કહે છે, ઈન્ડોર ડાઈનિંગ સુવિધા પણ બંધ કરી દે છે અને જાહેર સ્થળોએ એકત્ર થતા લોકોની સંખ્યા પર કાપ મૂકી દે છે. અમેરિકામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 2,51,000 થી વધારે લોકો માર્યા ગયા છે અને કેસોની સંખ્યાનો આંક 1 કરોડ 16 લાખને પાર ગયો છે. વિશ્વમાં બીજા કોઈ દેશમાં કોરોના સંબંધિત આટલો મોટો મરણાંક નોંધાયો નથી. 

પ્રેસિડેન્ટ ઈલેક્ટ જાે બાઈડને ચૂંટણી જીત્યા પછી પહેલી વખત હાર ન માનવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી છે. બાઈડને ટ્રમ્પને અમેરિકન ઈતિહાસના સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ કહ્યાં છે. તેમણે કહ્યું કે, હાર થઈ હોવા છતા જીદે ચડેલા ટ્રમ્પ દેશના લોકતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. આ બધાની વચ્ચે જ્યોર્જિયામાં થયેલા રીકાઉન્ટમાં બાઈડને જીત હાંસિલ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે, બાઈડનને અત્યાર સુધી કુલ ૮ કરોડ પોપ્યુલર વોટ એટલે કે જનતાના મત મળી ચુક્યા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution