બે સફળ એક્ટ્રેસ સાથે ડેટિંગના કારણે મારા માથે ચીટરનું લેબલ લાગ્યુંઃ રણબીર કપૂર

બોલિવૂડમાં લવરબોયની ઈમેજ ધરાવતા સ્ટાર્સમાં અક્ષય કુમાર અને રણબીર કપૂરનું નામ મોખરે છે. ટિ્‌વન્કલ ખન્ના સાથે લગ્નને ઘણો સમય થઈ ગયો હોવાથી અક્ષયના જૂના અફેર્સની ખાસ ચર્ચા થતી નથી, પરંતુ રણબીર અને આલિયાના લગ્નને વધારે સમય થયો નથી. જેના કારણે રણબીરની પર્સનલ લાઈફ વિસરાઈ નથી. રણબીર કપૂરે પોતે સ્વીકાર્યું હતું કે, ભૂતકાળમાં બે સફળ અને સુંદર એક્ટ્રેસ સાથે ડેટિંગના કારણે તેના માથા પર ચીટરનું લેબલ લાગ્યું હતું. ‘એનિમલ’ની સફળતા પછી રણબીર કપૂરે સફળ સ્ટાર્સની કેટેગરીમાં નામ મેળવ્યું છે. રણબીરનું નામ અગાઉ જેની સાથે જાેડાયું હતું, તે બંને એક્ટ્રેસ પણ એ-ગ્રેડની ગણાય છે. રણબીર કપૂરે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે લાંબો સમય ડેટિંગ કર્યું હોવાનું કહેવાય છે. લગ્ન અગાઉ રણબીરની પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચાસ્પદ હતી અને સંખ્યાબંધ એક્ટ્રેસ સાથે તેનું નામ જાેડાયું હતું. રણબીરના ઈન્ટરવ્યૂ પણ તે પ્રકારના જ રહેતા હતા, જેમાં તેની ઈમેજ લવરબોય જેવી થતી હતી. રણબીરે નિખિલ કામથના પોડકાસ્ટ એપિસોડમાં પર્સનલ લાઈફ અંગે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં બે સફળ એક્ટ્રસ સાથે અફેરના કારણે તેની ઈમેજ ચીટર અને કાસાનોવા જેવી થઈ હતી. રણબીરના આ અફેરની વાત જૂની થઈ છે અને હવે તે પોતાના જીવનમાં આગળ વધી ચૂક્યો છે. એપ્રિલ ૨૦૨૨માં રણબીર અને આલિયાના લગ્ન થયાં હતા. લગ્ન પછી રણબીર ઠરીઠામ થયો હોવાનું મનાય છે ત્યારે દીકરી રાહાના જન્મ પછી જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં હોવાનું રણબીરે પણ સ્વીકાર્યું હતું. રાહાની વાત કરતાં રણબીરે કહ્યું, કોઈએ કાળજું બહાર કાઢીને હાથમાં આપી દીધું હોય તેવું લાગે છે. રણબીર રણબીરના પોડકાસ્ટની એક ઝલક હજુ શેર થઈ છે. આગામી સમયમાં આખો એપિસોડ આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution