મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને મારા અવાજ માટે પ્રેમ મળશે : શરદ કેલકર

‘ધ ફેમિલી મેન’ અને ‘લક્ષ્મી’ જેવા પ્રોજેક્ટ્‌સમાં તેમના કામ માટે પ્રશંસા મેળવતા પહેલા, શરદ કેલકરે પ્રથમ ફિલ્મ ‘બાહુબલી’ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. એસ.એસ. રાજામૌલીની ફિલ્મમાં પ્રભાસનું હિન્દી ડબિંગ કરનાર શરદ કેલકરને લોકો ‘બાહુબલીનો અવાજ’ તરીકે ઓળખવા લાગ્યા. હવે ‘બાહુબલી’ની વાર્તા ડિઝની પ્લસ હોટસ્ટારના નવા શો ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’ સાથે આગળ વધવા જઈ રહી છે. શરદે આ એનિમેટેડ શોમાં બાહુબલીના પાત્ર માટે ડબિંગ પણ કર્યું છે. મંગળવારે આ શો સાથે જાેડાયેલા એક ઈન્ટરવ્યુમાં શરદે કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેનો અવાજ આટલો પસંદ આવશે. 

હૈદરાબાદમાં ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’ની ઈવેન્ટમાં શરદે ખૂબ જ નર્વસ થઈને વાત કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું, ‘હું નર્વસ છું કારણ કે હું પહેલીવાર રાજામૌલી સર સાથે સ્ટેજ શેર કરી રહ્યો છું.’ શરદે આગળ કહ્યું, ‘બાહુબલીનો અવાજ બનાવવા માટે મારે તેમનો આભાર માનવો જાેઈએ. આ ફિલ્મો શરૂ થયા પછી મારું જીવન બદલાઈ ગયું. એક નાનકડા શહેરમાં એક હડધૂત છોકરો બનવાથી લઈને ‘બાહુબલી’નો અવાજ બનવા સુધીની આ સફર ખૂબ જ અદ્ભુત રહી છે. શરદે કહ્યું કે જ્યારે તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના જીવનમાં એવો સ્ટેજ આવશે જ્યારે લોકો તેના અવાજને આટલો પ્રેમ કરશે. શરદે આગળ કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા અવાજને આટલો પ્રેમ મળશે, મેં ફિલ્મમાં પણ કામ કર્યું ન હતું. તેથી જ્યારે તેઓએ મને ‘ક્રાઉન ઓફ બ્લડ’ માટે ફરીથી બોલાવ્યો ત્યારે મને વિશ્વાસ હતો. ઘર વાપસી જેવું લાગ્યું. હકીકતમાં, માત્ર હું જ નહીં, હિન્દી (બાહુબલી) ફિલ્મો માટે ડબિંગ કરનારા તમામ કલાકારોએ પણ આ સિરીઝ માટે પોતાનો અવાજ આપ્યો છે શરદ કેલકરે વધુમાં જણાવ્યું કે, આ શો માટે ડબિંગ કરવામાં તેને છેલ્લી વખત કરતાં વધુ મુશ્કેલ લાગ્યું. શરદે કહ્યું કે તે શોમાં તેના પાત્રથી પરિચિત છે, પરંતુ પ્રથમ વખતની જેમ આ વખતે પણ પ્રભાસની ગેરહાજરી તેના માટે એક નવો પડકાર લઈને આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution