સુરત-
સોશિયલ મીડિયા યુઝ કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાંદેર વિસ્તારની યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવતા હોવ તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે સુરતમાં બનેલો કિસ્સો જાણી તમે ચોંકી ઉઠશો...સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.યુવતી સાથે સગાઈ નહીં થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું. સુરતના રાંદેર રોડ વિસ્તારની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બાદમાં તેની બહેનને બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં એક યુવાનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેની જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તેનો એડીટ કરેલો ફોટો પણ મુકાયો હતો. આ બધું જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તે યુવાનની સૂચનાથી કર્યું હોવાનો મેસેજ પણ યુવતીની બહેનને કરવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું. છેવટે 8 દિવસ અગાઉ યુવતીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડીજીટલ માર્કેટીંગનું કામ કરતા રાજ રમેશભાઈ લોઢીયાની ધરપકડ કરી હતી