જામનગર-
જામનગરમાં અન્ન અને પુરવઠા મંત્રી હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. પુરવઠા મંત્રી હકુભા જાડેજાના ગુંડાતત્વો સાથે સંબધો હોવાંના અહેવાલ પ્રસારિત થયા હતા. ત્યારે હકુભાએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેઓએ સ્પષ્ટતા કરી કે, ભૂમાફિયા જયેશ પટેલ અને રિબડાના અનિરુદ્ધસિંહ સાથે કોઈ પણ જાતનો સબંધ નથી. માફિયાઓ અને ગુંડાતત્વો સાથે મારુ નામ જાેડી બદનામ કરવાનું કાવતરું છે. ૨૦ વર્ષની કારકિર્દી ખરાબ કરવા માટે રાજકીય હિતશત્રુઓ કામ કરી રહ્યા છે.
પરિવારના લોકો વેપાર કરે છે તેના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો સજા ભોગવવા ત્યાર છું. રાજ્ય સરકારને સમગ્ર મામલે તપાસ કરવી જાેઈએ. તેઓએ ખુલાસો કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના રાજ્ય મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ કે તે પછી તે પહેલા મારી રાજકીય કારકીર્દી સ્વચ્છ અને નિષ્કલંક રહી છે. એ આખુ જામનગર અને ગુજરાત જાણે છે.
ભાજપને અને મારી વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના રાજકીય ઇર્ષાથી પ્રેરિત મારી સામે પાયા વગરના આક્ષેપો કેટલાક લોકો દ્વારા કેટલાક મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે આક્ષેપો થયા છે તેમાં જરા પણ તથ્ય નથી અને જયેશ પટેલ કે કોઇ પણ અસામાજિક તત્વો સાથે મારે કોઇ પ્રકારનો સંબંધ નથી. આમ છતાં કોઇ પણ પ્રકારના આધાર પુરાવા વગર અસામાજીક તત્વો જેવા અપરાધી સાથે મારુ નામ જાેડીને રાજકીય રીતે મને બદનામ કરવાનો આ એક હીન પ્રયાસ છે.