મારે જેટલી લડાઈ લડવી હતી તેટલી મેં લડી છે, હવે માત્ર દેશ માટે કામ કરો ઃ વડાપ્રધાન

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે સાવનનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારની શુભકામનાઓ પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે. દેશ ખૂબ જ નજીકથી જાેઈ રહ્યો છે કે સંસદનું આ સત્ર સકારાત્મક, સર્જનાત્મક અને દેશવાસીઓના સપનાને સાકાર કરવા માટે મજબૂત પાયો નાખે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આને ભારતની લોકશાહીની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે જાેઉં છું. અંગત રીતે, મારા માટે અને અમારા બધા સાથીઓ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે લગભગ ૬૦ વર્ષ પછી, કોઈ સરકાર ત્રીજી વખત ફરી આવી છે અને ત્રીજી ઇનિંગનું પ્રથમ બજેટ રજૂ કરે છે.તેમણે કહ્યું કે અમે આવતીકાલે જે બજેટ રજૂ કરીશું તે અમૃતકાલનું મહત્વપૂર્ણ બજેટ છે. અમને જે પાંચ વર્ષની તક મળી છે, આ બજેટ તે પાંચ વર્ષ માટે અમારી દિશા નક્કી કરશે. આ બજેટ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાઓને મજબૂત બનાવશે. દરેક નાગરિક માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ છે. અમે છેલ્લા ૩ વર્ષમાં સતત ૮ ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છીએ. આજે, ભારત વિશે સકારાત્મકતા વધી રહી છે, રોકાણ તેની ટોચ પર છે, આ પોતે જ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution