રાજકોટ-
વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ રૂપાણીએ પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતુ કે હું ૨૦૨૦ રમવા આવ્યો છું અને ત્રણેય વખત મે સદી ફટકારી છે. રાજકોટમાં આજે 'લાઈટ હાઉસ' પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ૧૧૮ કરોડના ખર્ચે 'લાઈટ હાઉસ' પ્રોજેક્ટનું નિર્માણ થશે. ઈડબલ્યુએસ ૨ પ્રકારના ૧૧૪૪ આવાસ બનાવવામાં આવશે. ૬ અલગ અલગ ટેકનોલોજી દ્વારા આવાસ બનાવાશે. રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવાસ બનાવાશે. સીએમ વિજય રૂપાણી કાર્યક્રમ સ્થળ પર હાજર રહ્યા હતા. અને તેમણે રાજ્યને સંબોધન કર્યુ હચુ. વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ રૂપાણીએ પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતુ કે હું ૨૦-૨૦ રમવા આવ્યો છું અને ત્રણેય વખત મે સદી ફટકારી છે. ટીપી સ્કીમ બનતી નહતી ત્યાં મેં ભ્રષ્ટાચાર વગર વિકાસની હરણફાળ ભરી છે. હું કહું કે હું ૨૦-૨૦ રમવા આવ્યો છે. ૩૦૦ ટીપી સ્કીમ ૩ વર્ષમાં. મેં ત્રણેય વર્ષમાં સદીઓ મારી છે. લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. નવા વર્ષે વડાપ્રદાન મોદી એ ગુજરાતને ભેટ આપી છે. રાજકોટ સહિત ૬ શહેરોમાં શરૂઆત કરવામાં આવી છે. ઈડબલ્યુએસ-૨ પ્રકારના મકાનો ટેકનોલોજીથી સજ્જ હશે. રાજકોટના રૈયા વિસ્તારમાં પ્રોજેક્ટ આકાર પામશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વર્ષે દારૂબંધીને લઇને મોટુ નિવેદન કર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે એટલે દારૂ પકડાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસના પડકાર આપતા કહ્યુ કે, કોંગ્રેસને દારૂબંધી મુદ્દે બોલવાનો અધિકાર જ નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તે દારૂબંધી કરીને બતાવે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, દારૂ વેચનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.