વોશિંગ્ટન:એમએજીએ સમર્થક લેખિકા અને કોલમિસ્ટ એશલી સેન્ટ ક્લેયરે દાવો કર્યો છે કે તેણે પાંચ મહિના પહેલા ગુપ્ત રીતે ઈલોન મસ્કના ૧૩માં બાળકને જન્મ આપ્યો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, પાંચ મહિના પહેલા મેં એક બાળકને જન્મ આપ્યો. ઈલોન મસ્ક તેના પિતા છે. હું અત્યાર સુધી પોતાના બાળકની સુરક્ષા અને ગોપનીયતા માટે આ વાત સંતાડીને રાખી હતી, પરંતુ હવે મીડિયા આને ઉજાગર કરવાની છે.
એશલી સેન્ટ ક્લેયરે મીડિયાથી અપીલ કરી છે કે, તેના બાળકની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે અને કોઈ દખલગિરી ના કરવામાં આવે. ઈલોન મસ્કે આની પર સીધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, વધુ એક બાળક બનાવવું માત્ર એક સાઈડ ક્વેસ્ટ છે.
રિપોર્ટ અનુસાર સેન્ટ ક્લેયર ગત એક વર્ષથી ન્યૂયોર્કના મેનહેટનમાં એક મોંઘા એપાર્ટમેન્ટમાં રહી રહી છે. જેનું માસિક ભાડું ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ ડોલર વચ્ચે જણાવવામાં આવે છે. તેના એપાર્ટમેન્ટના રહેવાસીઓનું કહેવું છે કે, તે આ ઈમારતમાં ટેસ્લા સાઈબર્ટ્રક ખરીદનારી શરૂઆતી લોકોમાંની એક હતી.
તેણે સુરક્ષા વધારવા માટે રિંગ ડોરબેલ કેમેરા લગાવ્યો જ્યારે બિલ્ડિંગમાં પહેલેથી જ સુરક્ષાની કડક વ્યવસ્થા હતી. તે બિલ્ડિંગ સ્ટાફથી ઓછી વાતચીત કરતી હતી અને તેના દરવાજાની બહાર ડિલીવરી પેકેજ ખોલ્યા વિનાના પડ્યા રહેતાં હતાં. કહેવાઈ રહ્યું છે કે તે એક ટોડલર (નાનું બાળક) અને મસ્કના કથિત બાળકની સારસંભાળ કરી રહી છે, જેની સારસંભાળ માટે તેની પાસે ફુલ-ટાઈમ નેની છે.
ઈલોન મસ્કના પહેલેથી જ ત્રણ મહિલાઓ (જસ્ટિન, વિલ્સન, ગ્રિમ્સ અને શિવોન જિલિસ) થી ૧૨ બાળકો છે. તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કેમેરાની સામે આવવા અને પબ્લિક ઈવેન્ટ્સમાં જવાનું ટાળ્યું. જાેકે તેમણે પોતાના બાળકના જન્મ બાદ માર-એ-લાગો (ટ્રમ્પની ઈવેન્ટ) માં ભાગ લીધો.
બાદમાં તેમને અમેરિકી રાજનેતાઓ જેવા મેટ ગેટ્સની પત્ની, જિંજર, જીઓપી પ્રવક્તા એલિઝાબેથ પિપકો, વિવેક રામાસ્વામી અને કાશ પટેલની સાથે જાેવામાં આવ્યો.