હું સમગ્ર દેશનો આભાર વ્યક્ત કરૂં છુંઃ મહિલા પહેલવાન વિનેશ ફોગાટ

નવીદિલ્હી:પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ માટે એક ખરાબ સ્વપ્ન સમાન બની ગયો.ફાઈનલમાં પહોંચી છતાં ૧૦૦ ગ્રામ વજન વધુ આવતા ડિસ્ક્વોલિફાય થઈ અને મેડલથી વંચિત રહેવું પડ્યું. આ દર્દ કેટલું અસહ્ય હોઈ શકે તે આજે વિનેશને જેણે પણ જાેઈ ત્યારબાદ અનુભવ્યું હશે. વિનેશ આજે ભારત પાછી ફરી અને દિલ્હી એરપોર્ટ પર જે રીતે ધીરજનો બંધ તૂટતા આંસુઓનું પૂર આવ્યું તે જાેઈને દરેકની આંખના ખૂણા ભીના થઈ ગયા. વિનેશ આજે પેરિસથી પાછી ફરી અને દિલ્હી એરપોર્ટ પર ધ્રુસકે ને ધ્રુસકે રડતી જાેવા મળી. તેને લેવા માટે પહેલવાન બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ આવ્યા હતા જે તેને હિંમત આપતા જાેવા મળ્યા. સાક્ષીની આંખોમાં પણ દર્દ સ્પષ્ટ દેખાતું હતું.

વિનેશ ફોગાટે ઓલિમ્પિક્સ ૨૦૨૪માં ફિલ્મી અંદાજમાં ગેમ રમી હતી. તેણે ક્વોટરફાઈનલ અને સેમી ફાઈનલ મેચમાં જીત મેળવીને બધાના મન જીતી લીધા હતા. પરંતુ ગોલ્ડ મેચ પહેલા જ વિનેશનું ૧૦૦ ગ્રામ જેટલું વજન વધુ આવતા તેને મેચમાંથી બહાર કરી દેવાઈ. બધી મહેનત પર એક ઝટકે પાણી ફરી વળ્યું અને વિનેશ તૂટી ગઈ. તેણે ગણતરીના કલાકોમાં કુશ્તીને અલવિદા કરી દીધુ. એરપોર્ટ પર પોતાના સાથીઓ સાથે તે રડતી જાેવા મળી. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા પણ વિનેશને સાંત્વના આપતા જાેવા મળ્યા. વિનેશે ભાવુક અંદાજમાં કુશ્તીમાંથી રિટાયરમેન્ટ લીધુ હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નિવૃત્તિ જાહેર કરી હતી. વિનેશે લખ્યું હતું કે મા કુશ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજાે તમારા સપના મારી હિંમત બધુ તૂટી ચૂક્યું છે. હવે આનાથી વધુ તાકાત મારામાં નથી રહી. અલવિદા કુશ્તી ૨૦૦૧-૨૦૨૪. તમારા બધાની હંમેશા આભારી રહીશ. વિનેશના કોચે એ રાતની કહાની જણાવી જ્યારે વિનેશ પોતાનું ૨ કિલો વજન ઓછું કરવા માટે આખી રાત જદ્દોજહેમત કરી રહી હતી. તેમણે જણાવ્યું કે કોઈ વિકલ્પ બચ્યો નહતો અને અડધી રાતથી સવારે ૫.૩૦ વાગ્યા સુધી તેણે અલગ અલગ કાર્ડિયો મશીનો અને કુશ્તી ચાલો પર કામ કર્યું. એકવારમાં લગભગ ત્રણ ચતુર્થાંશ કલાક, બે ત્રણ મિનિટાના આરામ સાથે તેણે ફરીથી કામ શરૂ કર્યું. તે પડી ગઈ પરંતુ કોઈને કોઈ રીતે અમે તેને ઉઠાડી અને તેણે એક કલાક સોના બાથમાં વીતાવ્યો. હું જાણી જાેઈને ડ્રામેટિક ડિટેલ્સ લખતો નથી, પરંતુ મને ફક્ત એ વિચારવું યાદ છે કે તે મરી શકતી હતી.ફાઈનલ પહેલા વિનેશનું વજન ૧૦૦ ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી. પરિણામી તે મેડલ જીતી ન શકી.સીએએસમાં તેની અરજી ફગાવી દેવામાં આવી. છતાં વિનેશ ખુશ છે, કારણ કે આ દુઃખની વચ્ચે તેને પેરિસમાં કંઈક એવું મળ્યું, જેની તે જીવનભર ઉજવણી કરતી રહેશે.વિનેશના કોચ વૂલર અકોસે ખુલાસો કર્યો છે કે મેડલ ન મળવા છતાં તે ખુશ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution