હું સ્ક્રીન પર ગાળો બોલતા પાત્રો ભજવવા માંગતો નથીઃ રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ વેબ સીરિઝ ‘પિલ’ સાથે ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝ જીઓ સિનેમા પર રિલીઝ થવા જઈ રહી છે. ‘પીલ’ એક મેડિકલ ક્રાઈમ ડ્રામા છે. આ સિરીઝમાં રિતેશ દેશમુખ પ્રકાશ ચૌહાણની ભૂમિકામાં જાેવા મળશે, જે એક ફાર્મા કંપનીના ડેપ્યુટી મેડિસિન કંટ્રોલર છે. સામાન્ય રીતે પોતાની ફિલ્મોથી દર્શકોને હસાવતા રિતેશ દેશમુખ આ સિરીઝમાં ગંભીર પાત્રમાં જાેવા મળશે. રિતેશે જણાવ્યું કે તે કેવા પ્રકારના પાત્રો કરવા નથી માંગતો. રિતેશ દેશમુખે કહ્યું, “હું એવી ભૂમિકાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું જ્યાં મારે કેરેક્ટરમાં ગાળો બોલવાનો ઉપયોગ કરવો પડે. એવું નથી કે ભવિષ્યમાં એવું કોઈ પાત્ર આવશે જેમાં આવી ભાષાનો ઉપયોગ વાજબી હોય, તો પણ હું એવું નહીં કરું. કદાચ મારે તેના વિશે વિચારવું જાેઈએ, પરંતુ અત્યાર સુધી મેં આવા પાત્રો કરવાનું ટાળ્યું છે અને ભવિષ્યમાં પણ હું આવા પાત્રો ન કરવાનો પ્રયાસ કરીશ. જ્યાં સુધી કઈ ફિલ્મો કરવી, મેં આ અંગે કોઈ માપદંડ નક્કી કર્યા નથી. ફિલ્મો વિશેના મારા વિચારો સમયની સાથે બદલાય છે. રિતેશે આગળ કહ્યું, “જેમ કે, મેં આજ સુધી કોઈ અપમાનજનક પાત્ર કર્યું નથી, કારણ કે મને એવું લાગ્યું નથી કે મને જે પાત્રોની ઓફર કરવામાં આવી હતી તેના માટે કેરેક્ટરમાં ગાળો બોલવી જરૂરી હોય. પરંતુ આ વિચાર ભવિષ્યમાં બદલાઈ શકે છે. અત્યારે હું એવી ફિલ્મો કરવા માંગુ છું જેની સ્ટોરી મારા દિલને સ્પર્શી જાય અને જે સાંભળ્યા પછી મને સારી લાગે, મને મજા આવી. પછી હું તે ફિલ્મ કરવા માટે હા કહું છું.” પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતાં રિતેશે કહ્યું કે હું છેલ્લા ૪ વર્ષથી કોમેડી ફિલ્મોથી દૂર છું. જાે કે હું આવતા વર્ષે તેની ભરપાઈ કરીશ. હાઉસફુલ, ધમાલ અને મસ્તી ત્રણેય ફિલ્મોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution