મારે બોટોક્સની જરૂર નથી, સૈફને હું આજે પણ સેક્સી લાગું છું ઃ કરીના

બોલિવૂડમાં કોસ્મેટિક સર્જરી અને બોટોક્સ દરેક ઉંમરના અને દરેક જેન્ડરના કલાકારો માટે એક સામાન્ય બાબત ગણવામાં આવે છે, એવા ઘણા કલાકારો છે જેમણે વિવિધ પ્રકારની સર્જરી કરાવી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું કે તેને યુવાન દેખાવાની કોઈ જરૂર નથી. તેથી તેને બોટોક્સ કે કોઈ પ્રકારની કોસ્મેટિક એન્હાન્સમનેન્ટ સર્જરી કરવાની કોઈ જરીર નથી. તેણે પોતાની ઉંમરને અનુરૂપ રોલ કરવાની અને તેને તેના પર ગૌરવ હોવાની પણ વાત કરી હતી. કરીનાએ કહ્યું,“શરૂઆતથી જ, મારા આત્મવિશ્વાસ અને મારા કૌશલ્ય અને ડેડિકેશનના કારણે મને કામ મળતું જ રહેશે. મેં મારી જાતની સંભાળ રાખી છે અને હું શ્રેષ્ઠ દેખાઈ શકું તે માટે મેં હંમેશા ફિટ રહેવા પર ધ્યાન આપ્યું છે. મારા માટે સેલ્ફ કેર એટલે મારી જાત માટે સમય કાઢવો, પછી તે મિત્રો સાથે સમય વિતાવવાનો હોય કે પછી સૈફ માટે રસોઈ બનાવવાની હોય કે પછી કસરત કરવાની મજા લેવાની હોય. પરિવાર સાથે રહેવું કે કસરતની મજા લેવી બસ મજા આવવી જાેઈએ. મારી જાતને સારા ભોજનથી ખુશ કરવી, કોઈ સાથે દિલથી વાત કરવી કે પછી એક સારી વાઇનની બોટલ મારા માટે જરૂરી છે.” આગળ કરીનાએ કહ્યું,“ઉમર એ તમારી સુંદરતાનો એક ભાગ છે. એવું ન હોય કે તમે ઉમર થાય એટલે કરચલીઓ સાથે લડવા માંડો અને વધુ યુવાન દેખાવાના પ્રયત્નો કરવા માંડો. તમે જે ઉંમરના પડાવમાં હોય તેને માણો. હું ૪૪ની થઈ અને મને આટલું સારું ક્યારેય અનુભવાયું નથી. મને બોટોક્સ કે કોસ્મેટિક એન્હાન્સમેન્ટ સર્જરીની કોઈ જરૂર જણાઈ નથી. મારા હસબન્ડને હું સેક્સી લાગું છું, મારા મિત્રો કહે છે, હું સુંદર લાગું છું, મારી ફિલ્મો પણ સારી ચાલે છે. હું એવા રોલ કરું છું જે મારી ઉંમરને અનુરૂપ છે અને મને તેના પર ગર્વ છે. હું ઇચ્છું છું કે લોકો મને જેવી છું તેવી જ જુએ અને તે વખાણે.” કરીના કપૂરની ‘ધ બકિંગહામ મર્ડર્સ’ ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ તે મેઘના ગુલઝારની ‘દાયરા’ કરશે અને તે દિવાળી પર રિલીઝ થનારી ‘સિંઘમ અગેઇન’માં પણ જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution