મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છે  અલ્પેશ ઠાકોર

અમદાવાદ, અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આક્ષેપનો મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં તેમણે જણાવ્યું હતુ કે મેં કોઈ જમીન પચાવી પાડી નથી જમીન પચાવી પાડ્યા હોવાના આક્ષેપો અલ્પેશ ઠાકોરે ફગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને ગેરકાયદે ઠેરવતા જણાવ્યું હતુ. મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારી સામેના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. વિરમગામના સિતાપુરમાં ૩૭ વિઘા જમીન પચાવવાનો આક્ષેપ થયો છે. ધમકી આપી ૩૭ વિઘા જમીન પચાવ્યાનો આક્ષેપ થી રહ્યો છે. નવઘણજી ઠાકોર નામના શખ્સે આક્ષેપ લગાવ્યા છે. નવઘણજીએ ઉમેર્યુ હતુ કે, હવે મારી પાસે કેસ લડવાના પણ પૈસા નથી. ધરમ કરતા ધાડ પડી છે. આ અંગનો લેટર નવઘણજી ઠાકોરે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર સમાજનો ઉપયોગ કરીને પૈસા હડપે છે તે બહુરૂપિયા છે. મારા દાદાના નામે ૩૭ વિઘા જમીન હતી તે અલ્પેશ ઠાકોર અને તેમના પિતાને અમે અમારું નામ દાખલ કરવા જમીન આપી હતી. અને તેમને જ્યાં કહ્યું ત્યાં અમે સહી કરી દીધી અને હાલ બધી જમીન તેમના નામે થઇ ગઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution