દિલ્હી-
સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનાં આંકડા ઝડપથી વધવા લાગ્યા છે. ભારતમાં પણ કોરોનાનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાની બીજી લહેર અને નવા વેરિઅન્ટથી લોકો ડરવા લાગ્યા છે. આ વેરિઅન્ટને ફેલાવવાથી રોકવા કેટલાક ઉપાયો જણાવ્યા છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ કડક રીતે તેનું પાલન કરે.
ડૉક્ટર ખેત્રપાલના જણાવ્યા પ્રમાણે, ફિઝિકલ ડિસ્ટન્સિંગના ઉપાયો અને અવરજવર પર પ્રતિબંધ લાગુ કરીને લોકોનો એકબીજા સાથે સંપર્ક ઓછો કરી શકાય છે. તેનાથી કોવિડ-૧૯ ઝડપથી ફેલાશે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે, આ ઉપાય વૈજ્ઞાનિક પ્રમાણો અને વાસ્તવિક અનુભવ પર આધારિત હોવા જાેઈએ અને તેને લાગુ કરવામાં આર્થિક પરિબળો, ફૂડ સિક્યોરિટી જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું ધ્યાન રાખવું જાેઈએ.
ડૉક્ટર ખેત્રપાલે વાઈરસના વેરિઅન્ટ વિશે કહ્યું કે, તેના વિશે હજી કોઈ સચોટ જાણકારી નથી મળી શકી પરંતુ આ એક ચિંતાનો વિષય છે અને આપણે બધાએ મળીને આ વાઈરસને ફેલાવવાથી રોકવાનો છે. ડૉક્ટર ખેત્રપાલે કહ્યું કે, હુ વાયરસ ઈવોલ્યૂશન વર્કિંગ ગ્રુપના માઘ્યમથી તેના વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે. તે સિવાય હુએ મ્યુટેશનની ઓળખ અને નજર રાખવા માટે એક રિસ્ક મોનિટરિંગ ફ્રેમ વર્ક પણ બનાવ્યુ છે. જે રિસર્ચ, સ્ટડીઝ, સર્વિલન્સ અને જીનોમ સિક્વેન્સિંગના માધ્યમથી કામ કરે છે.
સમગ્ર વિશ્વએ મળીને કામ કરવાની જરૂર ડૉક્ટર ખેત્રપાલે કહ્યું, આખી દુનિયાએ એક સાથે મળીને વાઈરસના વેરિઅન્ટ પર કામ કરવાની જરૂર છે. તેના માટે ઉૐર્ં સમગ્ર દુનિયા માટે એવી રુપરેખા તૈયાર કરવાની તૈયારી કરી રહ્યુ છે જેનાથી રસી, ટેસ્ટ, સારવાર, અટકાવવાના ઉપાયો અને અન્ય સાધનોને અનુકુળ બનાવી શકાય. ડૉક્ટર ખેત્રપાલે કહ્યું, કોઈપણ એવું ન કહી શકે કે કોરોનાની બીજી લહેર કઈ તરફ જઈ રહી છે. બીજી લહેર કઈ તરફ જઈ રહી છે. અમારો આગ્રહ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હેંડ રેસ્પિરેટરી હાઈજિન, માસ્ક પહેલી યોગ્ય વેન્ટિલેશન રાખવા જેવા ઉપાયોનું કડકાઈથી પાલન કરવાથી આને રોકી શકાય છે.