હૈદરાબાદે પંજાબને ૪ વિકેટે હરાવી બીજા ક્રમે


હૈદરાબાદ  :ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૧૪ રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ, રિલે રૂસો અને અથર્વ તાયડે શાનદાર બેટિંગ કરી હતી. પ્રભાસિમરને ૪૫ બોલમાં ૭ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૭૧ રન બનાવ્યા હતા જ્યારે અથર્વ તાયડે ૨૭ બોલમાં ૪૬ રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. રૂસો ૨૪ બોલમાં ૪૯ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન જીતેશ શર્માએ અંતમાં તોફાની બેટિંગ કરી અને ૧૫ બોલમાં અણનમ ૩૨ રન બનાવ્યા હતા. 

ટાર્ગેટનો પીછો કરતી વખતે હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી, કારણ કે ઇનિંગ્સના પહેલા જ બોલ પર ટ્રેવિસ હેડ આઉટ થઇ ગયો હતો, પરંતુ આ પછી અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી અને હેનરિક ક્લાસેનની બેટિંગથી હૈદરાબાદે આસાનીથી આ મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરમાં. અભિષેકે તોફાની બેટિંગ કરી અને ૨૦૦થી ઉપરના સ્ટ્રાઈક રેટ સાથે ૨૮ બોલમાં ૬૬ રન બનાવ્યા હતા.જેમાં ૫ ચોગ્ગા અને ૬ છગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલ ત્રિપાઠી ૧૮ બોલમાં ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. નીતીશ રેડ્ડીએ પણ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું અને ૨૫ બોલમાં ૩૭ રન બનાવ્યા. હેનરિક ક્લાસને ૨૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ ચોગ્ગા સહિત ૪૨ રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ (૧૧ રન) અને સનવીર સિંહ (૬ રન) અણનમ રહ્યા હતા. હૈદરાબાદે પંજાબ કિંગ્સને પરાજ્ય આપવાની સાથે આઇપીએલના ટેબલમાં ૧૭ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. જાેકે રાજ્સેથાન રોયલ્સ અને કોલકોતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ બાદ પોઇન્ટ ટેબલમાં ફેરફાર જાેવા મળી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution