અમદાવાદ-
એક યુવકને કોલ ગલ સાથે અફેર રાખીને પત્નીને રાત્રી નોકરી છે તેમ કહીને આખી રાત કોલગર્લ સાથે રહેતો હતો. બીજી બાજુ પત્નીને આ અંગેની જાણ થતા પત્નીએ 181 ની મદદ માંગી હતી. 181 ની ટીમે પતિને કાયદાકીય સમજ આપી કાઉન્સેલીંગ કર્યું હતુ. જેથી પતિએ કોલગર્લનો નંબર ડિલીટ કરીને અફેર નહીં રાખુ તેમ જણવ્યું હતું.
શહેરના પોશ વિસ્તાર કહેવાતા નવરંગપૂરાની એક યુવતીએ 181 પર ફોન કરીને પતિને કોલગર્લ સાથે અફેર છે જેથી પતિ મારી સાથે ઝઘડો કરી મારઝુડ કરે છે તેમ જણાવી મદદ માંગી હતી. જેથી 181 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવતી સાથે વાત કરી ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે, પતિ રોજ રાત્રીની નોકરી થે તેમ કહીને ઘરેથી જતો રહે છે જો ફોન કરીયે તો ક્યારેય ફોન ઉપાડતા નથી ઉપાડેતો ઉંઘમાં હોય તેવા અવાજે બોલે અને ગુસ્સો કરી ફોન મુકી દે. જેથી તેમની નોકરી કરતી જગ્યાએ યુવતીએ ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે, તેમનો પતિ રાત્રીના સમયે ક્યારેય નોકરી પર આવ્યો જ નથી. જેથી યુવતીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યુ કે, તેના પતિને એક કોલગર્લ સાથે અફેર છે અને રોજ રાત્રીના સમયે પતિ કોલગર્લ સાથે રહે છે. જેથી 181 ની ટીમે પતિને બોલાવી કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, તમારી ઉંમર 38 વર્ષની છે આ ઉંમરે આવુ સારુ ન લાગે તમારા છોકરાઓ પર આની ખરાબ અચર પડે છે. તમારે પત્ની સાથે મારઝુડ કરવી જોઈએ નહીં. કોલગર્લ સાથેના સંબંધ તોડી નાખો તેમ જણાવી કાયદાકીય સમજ આપી હતી. બાદમાં પતિએ પણ કોલગર્લનો નંબર ડિલીટ કરીને આજથી હું એની સાથે સંબંધ નહીં રાખુ તેવુ વચન આપ્યું હતું. આમ 181 ની ટીમે મામલને થાળે પાડ્યો હતો.