બેંગ્લુરુ-
કર્ણાટકમાં બ્લેક ફંગસના ડરે એક દંપતિએ આત્મહત્યા કરી લીધી છે. બંને પતિ-પત્ની કોરોનાથી સંક્રમિત હતા. પોતાની સુસાઇડ નોટમાં પતિએ લખ્યું છે કે મારી પત્ની ડાયાબિટીસની દર્દી છે. સમાચાર ચેનલોએ બતાવ્યું કે કોરોનાથી સંક્રમિત ડાયાબિટીસનું દર્દી બ્લેક ફંગસથી સંક્રમિત થશે અને પોતાના અંગો ગુમાવી દેશે. સુસાઇડ નોટમાં પતિએ કહ્યું કે, ‘અમે એ માની લીધું કે આનાથી મોટી કિંમત ચૂકવવી પડશે અને આ કારણે અમે આત્મહત્યા કરી રહ્યા છીએ.
મૃતકોની ઓળખ રમેશ (૪૦) અને ગુણા આર.સુવર્ણા(૩૫) તરીકે છે. બંને મેંગ્લોરના બેકમ્પાદ્યોના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. રમેશની પત્ની ગુણા સુવર્ણા ડાયાબિટીસથી પીડિત હતી. છેલ્લા એક અઠવાડિયામાં બંનેમાં કોવિડ-૧૯ સંક્રમણના લક્ષણો જાેવા મળ્યા. સુસાઇડથી પહેલા પતિ-પત્નીએ શહેરના પોલીસ કમિશ્નર એન.શશિ કુમારને એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો. આ ઑડિયો મેસેજમાં દંપતિએ કહ્યું હતું કે, બ્લેક ફંગસને લઈને તેમને ડર છે, આ કારણે તેમણે આત્મહત્યા કરવાનો ર્નિણય લીધો છે. ત્યારબાદ પોલીસ કમિશ્નરે તેમને ઉતાવળમાં કોઈપણ પગલું ના ભરવા કહ્યું. તેમણે મિડિયા મારફથે દંપતિને શોધવા અને તેમનો જીવ બચાવવા અપીલ કરી. આ દરમિયાન પોલીસ એપાર્ટમેન્ટમાં પહોંચી અને જાેયું તો બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. ડેથ નોટમાં લખવામાં આવ્યું છે કે ગુણા કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે બાળક પેદા નથી કરી શકતી અને આ કારણે તે લોકોની સાથે ભળવાથી બચતી હતી, કેમકે તેઓ તેને તે વિશે પૂછતા હતા. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા અને મારા પતિએ નક્કી કર્યું છે કે અમે શરણ પંપવેલ અને સત્યજીત સુરથકલથી હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવાનો અનુરોધ કરીએ છીએ. અમે આ માટે એક લાખ રૂપિયા રાખ્યા છે. હું પોલીસ કમિશ્નર એન.શશિ કુમાર, શરણ પંપવેલ અને સત્યજીત સુરથકલને અમારા અંતિમ સંસ્કારમાં સહયોગ કરવાની અપીલ કરું છું. અમારા ઘરનો સામાન ગરીબોને આપી દેજાે. અમે અમારા મકાન માલિકની માફી માંગીએ છીએ.