અમેરિકી-
ચક્રવાત માર્કો અને લૌરાએ અમેરિકામાં દસ્તક દીધી છે અને સાથે જ અહીંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવા પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે લુઇસિયાના માટે કટોકટી સહાયને પણ મંજૂરી આપી હતી. આ અગાઉ ક્યુબામાં એક ચક્રવાત વાવાઝોડાએ તારાજી સર્જી હતી જેના કારણે હજારો લોકોને પલાયન કરવાની ફરજ પડી હતી, જ્યારે 11 લોકોનાં મોતનાં સમાચાર મળ્યાં હતા.
ઉષ્ણકટિબંધીય વાવાઝોડું માર્કો નબળુ પડી અને લુઈસિયાનામાં ટકરાયું જ્યાં મેક્સિકોના અખાતમાં પ્રવેશતા પહેલા જોરદાર પવન અને વરસાદ શરૂ થયો હતો. જ્યારે માર્કો તોફાન લુઇસિયાનાના કાંઠે લગભગ 190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું, જ્યારે લૌરાની ગતિ લગભગ 285 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
લૌરા વાવાઝોડુ ફ્લોરિડા કીઝ તરફ આગળ વધ્યું હતું. માર્કો વાવાઝોડાને કારણે લુઇસિયાનાની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં ભૂસ્ખલનની પણ સંભાવના છે. અહીંનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ ક્ષેત્ર માટે સહાયને મંજૂરી આપી હતી. અગાઉ અહીં તોફાન હૈતીમાં પણ આવ્યું હતું.