મુંબઇ-
નાગીન ૫ બાદ હિના ખાન અને ધીરજ ધુપર ફરી એક વખત સાથે જોવા મળ્યા.શોમાં લોકોનો ભરપૂર પ્રશંસા મળ્યા બાદ બન્ને એક મ્યુઝિક વિડીયોમાં જોવા મળશે. “હમકો તુમ મિલ ગયે” તેનું આવનારુ મ્યુઝિક વિડિયો ગીતની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આજે રિલીઝ કરવામાં આવ્યુ છે.
“હમકો તુમ મિલ ગયે”ગીતમાં એક એવી કહાની બતાવવામાં આવી છે કે પ્રેમમાં દરેક ઘાવ ભરવાની તાકાત હોય છે અને પ્રેમ બધુ જ ઠીક કરી આપે છે.આ ગીતમાં હિના અને ધીરજ પતિ-પત્નિના રોલમાં જોવા મળશે.ધીરજને પેરાલીસીસ થઇ જતા પતિ-પત્નિને થોડી મુશ્કિલો પડે છે પરંતુ હિંમત હાર્યા વિના કામ લે છે અને પ્રેમની તાકાતથી ફરી એક વખત ધિરજ પોતાના પગ પર ઉભો થાય છે.