હમ દિલ દે ચૂકે સનમ' ફિલ્મને આરે 22 વર્ષ પૂર્ણ, અભિનેતા અજય દેવગને પોસ્ટમાં કહી આ વાત 

મુંબઇ

બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ને આજે 22 વર્ષ પૂરા થયા છે. સલમાન ખાન, એશ્વર્યા રાય અને અજય દેવગન અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મના 22 વર્ષ પૂરા થવા પર, અજય દેવગને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જૂની તસવીરો સાથે એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, ‘તેમને નથી લાગતું કે તે ઇતિહાસ રચશે.’


આજથી 22 વર્ષ પહેલા અજય દેવગને ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતું. ફિલ્મની અસાધારણ વાર્તાએ બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ખાસ પળને યાદ કરતાં અજયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં તે સંજય લીલા ભણસાલી સાથે જોવા મળી રહ્યો છે. બીજી તસવીર ફિલ્મના એક સીનની છે, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ત્રીજી તસવીરમાં તે ફિલ્મની મુખ્ય અભિનેત્રી એશ્વર્યા રાય સાથે જોવા મળી રહ્યો છે.

તસવીરો શેર કરતાં તેણે કેપ્શન લખ્યું- '22 વર્ષ હમ દિલ દે ચૂકે સનમ: સલમાન, સંજય,એશ અને હું જાણતા હતા કે અમે ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ બનાવી રહ્યા છીએ. પરંતુ વિચાર્યું ન હતું કે આ ફિલ્મ ઇતિહાસ રચશે. હમ્બલ.’ આ સાથે તેમણે હાથ જોડતુ ઇમોજી પણ શેર કર્યુ હતુ.

22 વર્ષ બાદ અજય દેવગન ફરી એક વાર સંજય લીલા ભણસાલી સાથે જોવા મળશે. ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે પહેલીવાર જોવા મળશે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને એશ્વર્યા રાય ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' દરમિયાન પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન એશના પ્રેમમાં પડ્યો હતો. તે જ સમયે, એશનું હૃદય પણ સલમાન માટે ધબકતું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution