નવી દિલ્હી
બોલીવુડ અભિનેતા રિતિક રોશન અને સેફ અલી ખાન 2017 ની તમિલ સુપરહિટ ફિલ્મ 'વિક્રમ વેધા'ની હિન્દી રીમેકમાં જોવા મળશે.મૂળ ફિલ્મમાં પોલીસ અધિકારી વિક્રમની ભૂમિકામાં આર માધવન જોવા મળ્યા હતા. તો વિજય તેસુપતિએ ગેંગસ્ટરર વેધાનો રોલ કર્યો હતો. હિન્દી રીમેકમાં રિતિક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે,જ્યારે સૈફ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.
સૈફ અલી ખાન પહેલા બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન ગેંગસ્ટર વેધાની ભૂમિકા માટે પસંદ થયા હતા, પરંતુ રિપોર્ટ પ્રમાણે આમિર ખાને તેમાં કામ કરવાની ના પાડી દીધી છે, ત્યારબાદ રિતિકને તેમાં સામેલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે પાછલા વર્ષોમાં સાઉથ સુપરહિટ ફિલ્મોની રીમેકને બોલીવુડમાં જબરદસ્ત સમર્થન મળ્યું છે. પાછલા વર્ષએ શાહિદ કપૂરની કબીર સિંહે લોકોનું દિલ જીતી લીધુ હતું તો જલદી શાહિદ જર્સીની રીમેકમાં જોવા મળવાનો છે.જો રિતિકના વર્કફ્રંટની વાત કરીએ તો લોકો આતૂરતાથી તેની સુપરહીરો વાળી સિરીઝ 'કૃષ'ની આગામી જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. પાછલા વર્ષે રિતિક રોશન વોર અને સુપર 30મા જોવા મળ્યો હતો. જો સૈફ અલી ખાનની વાત કરીએ તો તે જલદી આદિપુરૂષમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે.