ભયથી મુક્ત કેવી રીતે બનવું?

અમારા એક સંબંધી ઑફિસર છે. પણ તેમના ઘરે જાે કોઈ સામાન્ય માણસ મળવા આવે તો પણ અંદર ભરાઈ જાય અને સાહેબ ઘરમાં નથી એમ કહેવડાવી દે. વળી પાછા તે પાછલા રૂમના બંધ બારણાની તિરાડમાંથી બહાર જાેયા કરે પણ જાતે બહાર ન આવે. આશ્ચર્યની વાત એ છે કે તે વ્યક્તિને ખબર જ નથી કે તેમની સઘળી ચેષ્ટા ભયમાંથી ઉદ્દભવે છે. તે ભયપ્રદ છે એવું સ્વીકારવા ક્યારેય તૈયાર થતા નથી. જાે કે આ આપણા બધાની જ વાત છે.

આપણી ભાગેડુવૃત્તિનો જન્મ આ ભયમાંથી જ થયો છે. એક બાબત મારા ધ્યાનમાં આવી છે કે મોટાભાગના માણસો જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે જાે તેમની સાધારણ પરિચિત વ્યક્તિ સામેથી આવતી હોય તો તેઓ છે. તેમને મળવાનું ટાળે છે. તેમને સલામ કરવાનું ટાળવા બીજી બાજુ જાેવા માંડે છે કે સાથેની વ્યક્તિ સાથે વાતમાં ગૂંથાઈ જાય છે. સામેવાળી વ્યક્તિ સલામ ન કરશે તો પોતે છોભીલા પડી જશે તેવો ભય તેમને સતાવે છે.

ભયનું એક કારણ છે લઘુતાગ્રંથિ. લઘુતાગ્રંથિથી પીડિત વ્યક્તિઓ વધુ ભયભીત હોય છે. ખાસ કરીને તેઓ જ્યારે બીજી વ્યક્તિને મળવા જાય છે ત્યારે તેઓ એક ન સમજાય તેવો ભય અનુભવે છે. આ રીતનો ભય મોટી મોટી વ્યક્તિઓમાં પણ હોય છે.

આપણને માત્ર અજાણી વ્યક્તિઓ કે વસ્તુઓનો જ ભય લાગે છે એવું નથી. કેટલીકવાર આપણને આપણી સાવ પરિચિત વ્યક્તિઓ, સ્વજનોનો પણ ભય લાગે છે. એથી આગળ વધી કોઈક વાર આપણને આપણો જ, આપણાં કાર્યોનો ભય લાગતો હોય છે. કેટલીકવાર અકલ્પ્ય ભય સતાવે છે. આમ વ્યક્તિ સતત એક યા બીજી રીતે ભયનો ભોગ બની રહે છે.

કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં પ્રવેશવાનો ડર લાગે છે. કવે. તેઓ પરીક્ષા હોલમાં પ્રવેશે છે અને ભયને કારણે બધું વાંચેલું ભૂલી જાય છે.

આમ ભય તેમની સુંદર કારકિર્દીને રોળી નાખે છે. સાચે જ વ્યક્તિના વિકાસને સૌથી વધુ રૂંધનારું કોઈ પરિબળ હોય તો તે છે ભય. ભય આપણી સઘળી શક્તિઓને ખાઈ જાય છે. ભયને લીધે આપણે યુ હું ભૂલી જઈએ છીએ. પરિણામે પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી. ભય આપણાં સુખ-શાંતિ હરી લે છે. ભયભીત વ્યક્તિ કાયમ ત્રસ્ત રહે છે. ભયમાંથી છુટ્યા વિના સાચી શાંતિ નથી જ.

પ્રશ્ન એ છે કે ભયથી મુક્ત કેવી રીતે બનવું? પ્રથમ તો ભય શું છે તે સમજી લો. ભયથી ભાગવાથી ભય વધે છે. ભયથી ભાગવાથી ભયજનક પરિસ્થિતિમાંથી મુક્ત થવાતું નથી. શાહમૃગ પોતાનું માથું રેતીમાં નાંખી દે છે અને માને છે કે દુશ્મન તેને જાેતો નથી. ભયથી ભાગીને આપણે શાહમૃગનીતિ અપનાવીએ છીએ. જે. કૃષ્ણમૂર્તિ કહે છે, ‘કોઈપણ વસ્તુની સામે તરત જ ઊભા રહો છો ત્યારે ભય હોતો નથી. જ્યારે વિચાર આવે છે ત્યારે જ ભય હોય છે. વર્તમાનમાં જીવતા મનને ભય હોતો નથી.’

ભયને સીધો સંબંધ ભૂતકાળ સાથે છે. ભૂતકાળમાં જે પરિસ્થિતિથી આપણને દુઃખ થયું હોય તે પરિસ્થિતિનો માત્ર વિચાર આવતાં જ ભય સર્જાય છે. ભય કોઈ પણ પરિસ્થિતિમાં નથી, વિચારમાં છે. વધારે લાડુ ખાઈને ભુતકાળમાં માંદા પડ્યા હોઈએ અને ફરી જ્યારે લાડુ ખાવાનો પ્રસંગ આવે ત્યારે મન તરત સાવધ કરે છે - ‘લાડુ ખાઈશ નહીં. માંદો પડી જઈશ’ હકીકતમાં હમણાં તંદુરસ્તી એટલી સારી છે કે લાડુ ખાવાથી કોઈ તકલીફ થવાની સંભાવના નથી. છતાં મન ભૂતકાળને યાદ કરી ભયગ્રસ્ત બને છે. આમ ભૂતકાળનો અનુભવ ભય સર્જે છે.

ભય આપણી સ્મૃતિમાં છુપાયેલો છે અને તે ગમે ત્યારે બહાર આવી શકે છે. ભય વાસ્તવિક નથી. જંગલમાં ચાલતાં હોઈએ ત્યારે વાઘ-સિંહની ગેરહાજરી હોવા છતાં આપણને તેમનો સતત ભય લાગ્યા કરે છે. અંધારામાં રજ્જુને જાેવાથી સર્પનો ભય ઉત્પન્ન થાય છે. રજ્જુમાં સર્પનો આભાસ થતાં સર્પની ભયાનકતાનો વિચાર આવ્યો અને તે સાથે ડરનું પણ પ્રાગટ્ય થયું.

જાણીતા મનોવૈજ્ઞાનિક હેપનરને કોઈકે પૂછ્યું, ‘તમારા કહેવા મુજબ મનુષ્યમાં અમાપ શક્તિઓ છે, તો લાખો મનુષ્યો સાવ સામાન્ય જીવન શા માટે જીવે છે?

“આનું એકમાત્ર કારણ છે ડર. માણસ મોટે ભાગે ડરને કારણે જ પાછો પડે છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution