ઘરનું સરનામું બદલ્યા પછી આધાર કાર્ડમાંનું સરનામું બદલવું પડશે. પરંતુ શું તમે જાણો છો કે આધાર કાર્ડમાં કેટલી વાર એડ્રેસ બદલી શકાય છે. ભારતમાં રહેવા માટે લોકો માટે કેટલાક દસ્તાવેજાે હોવા ખૂબ જ જરૂરી છે. તમને અલગ-અલગ સમયે આ દસ્તાવેજાેની જરૂર પડતી રહે છે.જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ અને અન્ય દસ્તાવેજાેનો સમાવેશ થાય છે. જે વિવિધ વસ્તુઓ માટે જરૂરી છે,આધાર કાર્ડ બનાવતી વખતે લોકો ઘણીવાર કેટલીક ખોટી માહિતી દાખલ કરે છે. પરંતુ ેંૈંડ્ઢછૈં તેમને આ માહિતીમાં ફેરફાર કરવાની તક આપે છે.તમે આમાં વિવિધ માહિતી હેઠળ ફેરફાર કરી શકો છો. તમે તમારી જાતે ઓનલાઈન કેટલાક ફેરફારો કરી શકો છો. તો કેટલાક માટે તમારે આધાર કેન્દ્ર જવું પડશે.શું તમે જાણો છો કે આધાર કાર્ડમાં સરનામું કેટલી વાર બદલી શકાય છે? યુઆઈડીએઆઈએ સરનામાંમાં ફેરફારને લઈને કોઈ મર્યાદા લાદી નથી.મતલબ કે વ્યક્તિ જેટલી વખત ઇચ્છે તેટલી વાર આધાર કાર્ડમાં પોતાનું સરનામું બદલી શકે છે. આધાર કાર્ડમાં એડ્રેસ ઘરે બેઠા અપડેટ કરી શકાય છે.