શહેરની કેટલી હોસ્પિટલોમાં દર્દીઓની વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વકરતી જઈ રહી છે. ત્યારે ગુરૂવારના રોજ નાયબ પ્રધાન નીતિન પટેલ આજે સિવિલ દોડી આવ્યા હતા. સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ, જે.વી મોદી અને અવન્તિકા સિંઘ સહિત અનેક અધિકારીઓ હાજર રહયા હતા. ગુરૂવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને કોરોના દર્દીઓને કેવા પ્રકારની જરૂર છે તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આવી હતી. અમદાવાદમા ૧૨૦૦ બેડની હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં કોરોના હજી વધુ વકરે તે પહેલા બીજી કઇ કઈ હોસ્પિટલમા તેની વ્યવસ્થા કરી શકાય તે અંગે આજે નીતિન પટેલે તાગ મેળવ્યો હતો.

નિતીન પટેલ અને અધિકારીઓએ આ વિશે ઊંડાણમાં ચર્ચા કરવા આવી હતી. હોસ્પિટલમાં જીફઁ હોસ્પિટલ - ૧૦૦૦ બેડ મંજુશ્રી હોસ્પિટલ - ૨૦૮ કિડની હોસ્પિટલ - ૪૦૦કેન્સર હોસ્પિટલ- ૧૭૫ સિવિલ નવી કેન્સર હોસ્પિટલ- ૧૦૮ યુ એન મહેતા હોસ્પિટલ - ૧૩૦ જીસ્જી હોસ્પિટલ - ૨૪૦ ય્ઝ્રજી હોસ્પિટલ - ૧૬૦ નવી બેડની વ્યવસ્થા કરવામા આવી છે. આ હોસ્પિટલોમાં નવા બેડની તાત્કાલિક શરુઆત કરવામા આવશે.જાેકે આજે સરકાર અને કોર્પોરેશન ઘ્વારા ર્નિયન કરવામાં આવ્યો છે કે જદૃॅ હોસ્પિટલમાં તમામ બેડ કોવિડ કરવામાં આવશે.રેમડેસીવીર ઇંજેક્શન માટે લોકો હોસ્પિટલમાં દાખલ થતાં હોય છે. આજે નીતિન પટેલએ જાહેરાત કરી છે કે આ ઇંજેક્શન માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે, તે બેડ બચી જશે.

બીજા દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. રસીનો જથો પૂરતા પ્રમાણમા ભારત સરકાર ઘ્વારા આપવા આવ્યો છે, અને તે દરેક જિલ્લા અને તાલુકામા શહેરમાં મોકલી આપવા આવ્યા છે. નીતિન પટેલ એ જણાવ્યું હતું કે દરરોજ સી.એમ. સાથે કોર કમિટીની બેઠક મળી રહી છે અને દરેક બાબતે ચર્ચા કરવામાં આવે છે. 

કેન્દ્રની ટીમ અમદાવાદ આવશે

કોરોના વકરતા વડાપ્રધાન અને અમિત શાહ ઘ્વારા ગુજરાતનો સતત તાગ મેળવામાં આવી રહ્યો છે.ગઈકાલ સુધી કેન્દ્રની ટિમ ગુજરાતમાં આવી જશે. જાેકે આ ટિમ ૨ દિવસ સુરતમાં રોકાવાની છે. ત્યારે એક એક દિવસ અમદાવાદ રાજકોટ અને સુરતમાં રોકાશે. જરૂરી માર્ગદર્શન આપશે અને કેન્દ્રને રિપોર્ટ પણ પરિસ્થિતિનો સોંપશે.

૧ રૂપિયામાં માસ્ક મળશે

ગુજરાત સરકારે આજે એક જાહેરાત કરી છે કે એક રૂપિયામાં માસ્ક મળશે. જે મનપાને મેળવી લેવાના રહેશે આ સાથે સાથે અમુલ પાર્લર. સામાજિક સંસ્થાઓ પણ આ માસ્ક મેળવી લોકોને આપી શકે છે અને જાગૃતિ લાવી શકે છે. હાલમાં લોકો કોટન માં માસ્ક અને રૂમાલ વાપરી રહયા છે. ત્યારે આજે એક રૂપિયામા માસ્ક મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution