વોશિંગ્ટના:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પર તીખી પ્રતિક્રિયા આપનાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી હાલમાં અમેરિકામાં છે. તેઓ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચ્યા છે. જેમાં તેણે રોનાલ્ડ રીગન ઈન્સ્ટિટ્યૂટના મંચ પરથી ઘણી મહત્વની વાતો કહી.ઝેલેન્સકીએ કહ્યું કે હું યુક્રેનને મદદ કરવા અને તેની સ્વતંત્રતાની રક્ષા કરવાના નિર્ધાર માટે અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું. હવે રશિયન આતંકવાદને ખતમ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે.તેમણે કહ્યું કે ૨૦મી સદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના શબ્દો આજે પણ ખૂબ જ વાજબી લાગે છે કે શાંતિ માટેની વ્યૂહરચના હંમેશા ખૂબ જ સરળ રહી છેઃ મજબૂત રહેવું જેથી કોઈ વિરોધી એક ક્ષણ માટે વિચારે નહીં કે યુદ્ધ ફાયદાકારક છે.ઝેલેન્સકીએ કહ્યું કે રીગને ૧૯૮૮માં નાટોની વ્યૂહરચના અંગે આ વાત કહી હતી. આવી સ્થિતિમાં વોશિંગ્ટનમાં નાટો સમિટની પૂર્વ સંધ્યાએ તેમના શબ્દોનો પુનરોચ્ચાર કરવો પ્રતીકાત્મક છે. પરંતુ હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ પ્રમુખ રીગનના આ શબ્દો સાથે વધુને વધુ લોકો સહમત થઈ રહ્યા છે.તેમણે કહ્યું કે આ શબ્દો અમેરિકા વિશે છે. અમેરિકા જેને વિશ્વ મૂલ્ય આપે છે. રીગને આ ભાષણ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૮૮ના રોજ આપ્યું હતું. આ પછી ૨૪મી ફેબ્રુઆરીની તારીખ આવી પરંતુ એક અલગ યુગમાં. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ, રશિયાએ અમારી પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું અને અમારા પર હુમલો કર્યાે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ દિવસ રીગનના વારસા અને નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થા બંને માટે એક મોટો પડકાર હતો જેને તેઓ સાચવવા માગતા હતા. પરંતુ શું તે હવે સાચવવામાં આવ્યું છે? હવે બધા નવેમ્બરની રાહ જાેઈ રહ્યા છે. અમેરિકા, યુરોપ, મિડલ ઈસ્ટ, ઈન્ડો પેસિફિક અને સમગ્ર વિશ્વની નજર નવેમ્બરમાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પર છે. પુતિન પણ આની રાહ જાેઈ રહ્યા છે, પરંતુ આ નવેમ્બર શું લઈને આવશે તેની તૈયારી કરવાની જરૂર છે.ઝેલેન્સકીએ કહ્યું કે આ સમય કોઈના પણ પડછાયામાંથી બહાર આવવાનો છે, મજબૂત ર્નિણય લેવાનો છે, નવેમ્બર કે અન્ય કોઈ મહિનાની રાહ જાેવાનો નથી પરંતુ કામ કરવાનો છે. અમારે કોઈ પણ સંજાેગોમાં સમાધાન કરવાની જરૂર નથી. લોકશાહીને પુતિન અને તેની સેનાથી બચાવવી પડશે, લાખો યુક્રેનિયનોને તેમના આતંકથી બચાવવા પડશે.